અમદાવાદઃ ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરૂવારે અમદાવાદના સાબરમતીના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં બનેલા બુલેન ટ્રેન ટર્મિનલનો વીડિયો રિલીઝ કર્યો છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બુલેટ ટ્રેન સ્ટેશન નિર્માણ દરમિયાન સાંસ્કૃતિક વારસાની સાથે આધુનિક વાસ્તુકલાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 


સાબરમતીમાં બનેલા બુલેટ ટ્રેન સ્ટેશનમાં યાત્રીકોને સ્ટેટ-ઓફ-ધ આર્ટ આધુનિક સુવિધાઓ મળશે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે. તેને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી રહી છે. જાપાનથી નાણાકીય સહાયતાથી સાથે તકનીકી મદદ પણ મળી રહી છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઈની યાત્રા માત્ર 2.07 કલાકમાં પૂરી કરી શકાશે. ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube