રક્ષિત પંડયા/રાજકોટ : જો તમે સ્પિડથી વાહન ચલાવવાના શોખીન હો અને ધૂમ સ્પીડથી વાહન ચલાવતા હો તો થઇ જજો સાવધાન કારણ કે હવે પોલીસની સ્પીડ ગન તરત જ તમને પકડી પાડશે અને સજા પણ ફટકારવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ટ્રાફિક પોલીસની ઇન્ટરસેફટર ટીમ હવે સ્પીડ ગનથી સજજ છે. સ્પીડ ગનની મદદથી તેઓ ઓવર સ્પિડમાં આવતા વાહનોની તસવીર લે છે અને જે વ્યક્તિ વધુ સ્પીડમાં વાહન ચલાવતો સ્પીડ ગનમાં નજરે પડે તેને રૂપિયા 100થી લઇ 1000 સુધીનો દંડ પણ કરવામાં આવે છે. રાજકોટવાસીઓ પણ સ્પીડ ગન સિસ્ટમને આવકારી રહ્યા છે અને આ સિસ્ટમથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે તેવું પણ માની રહ્યા છે.


કેવી રીતે કામ કરે છે સ્પીડ ગન? જાણવા કરો ક્લિક


રૂપિયા 11 લાખની કિંમતની આ સ્પીડ ગન અમેરિકાથી ઈમ્પોર્ટ કરવામાં આવી છે. આ સ્પીડ ગન ઈન્ટરનેટ, બે લેપટોપ, ટુ કેમ સોફ્ટવેર સાથે કનેક્ટ હોય છે જે 300 મીટર દૂરથી વાહનની સ્પીડ માપી શકે છે. કોઈ પણ વાહન સામાન્ય કરતા વધુ ઝડપથી નીકળે તેવું જણાય તો તુરંત પોલીસ દ્વારા તે વાહન પર સ્પીડ ગન પોઇન્ટ કરીને ચાર સેકન્ડમાં વાહનની સ્પીડ માપી શકાય છે અને તે સ્પીડ સાથેની વાહનની તસ્વીર ગન મશીન માં કેપ્ચર થઇ જાય છે. સ્પીડથી વાહન ચલાવનારા પકડાય ત્યારે પોતે સ્પીડમાં વાહન ચલાવતા હતા તે વાતને સ્વિકારતા નથી. હવે સ્પીડગનના ઉપયોગથી આવું થવાનો ચાન્સ નહી રહે. રાજકોટ પોલીસ સ્પીડગનના ઉપયોગથી ચાલકોની સ્પીડ પર રોક લગાવી શકશે.