ગુજરાતના એ બાહોશ અધિકારી જેમને મોદીને આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું કે `આપ ઐસા નહીં કર સકતે`
PM Modi Atul Karwal IPS: આજે કોઈ PM મોદીની આંખમાં આંખ મિલાવીને કહે કે ` આપ ઐસા નહીં કર સકતે` તો બીજી જ ઘડીએ એની નોકરી જતી રહે.... PM મોદીને કહેવા માટે પણ હિંમત જોઈએ પણ ગુજરાતમાં એક બાહોશ અધિકારી હતા. જેમને મોદીને નિયમોનું ભાન કરાવી કહ્યું હતું કે સરજી ` આપ ઐસા નહીં કર સકતે`.... હા અમે વાત કરી રહ્યાં છે IPS અતુલ કરવાલની જેઓ હાલમાં NDRFના ડીજી છે. જેઓએ અત્યંત માનપૂર્વક આપેલી આ સલાહને પીએમ મોદી આજે પણ યાદ કરે છે.
PM Modi Atul Karwal IPS: એક એવા આઈપીએસ અધિકારી જે ખરેખર વખાણ અને સન્માનને લાયક છે. આજે દેશમાં ટોપના પદ પર હોવા છતાં આજે પણ એકદમ નિખાલસ છે. કેટલાક અધિકારીઓને પાવર અને પદનું અભિમાન હોય છે પણ અતુલ કરવાલ એ બીજા અધિકારીઓથી બિલકુલ અલગ છે. જેઓની સાદગી ખરેખર પ્રશંસાને લાયક છે. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનતા પહેલા લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ સમયગાળા દરમિયાન તેમની સુરક્ષાની એકસમયે જવાબદારી અતુલ કરવાલ પર હતી. અતુલ કરવાલ એ સરકારી અધિકારી છે જેમના કામ પ્રત્યેની નિષ્ઠાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી. અતુલ કરવાલ હાલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડાયરેક્ટર જનરલ છે. પાવરફૂલ IAS કપલને સંતાનમાં બે પુત્રીઓ છે. અતુલ કરવાલ માટે કહેવાય છે તેઓ અત્યંત નિડર, બાહોશ અને આખા બોલા અધિકારી છે. 1988ની બેચના આ અધિકારી સ્પોર્ટસ એક્ટિવીટીના શોખિન હોવાની સાથે સારા વક્તા પણ છે. ગુજરાતના વહીવટીતંત્રમાં કરવાલ કપલનું અનોખું યોગદાન છે. જેમના પત્ની હાલમાં નિવૃત્ત IAS હોવા છતાં સરકારમાં જવાબદારી સંભાળી રહ્યાં છે.
13ના અશુભ આંકડાને શા માટે ભાજપ બનાવી દે છે શુભ, જાણો તારીખનું ખાસમખાસ BJP કનેક્શન
વધુ એક ભયાનક આગાહીથી લોકો ચિંતામાં; ગુજરાતમાં આગામી 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ!
મેં એમને કડક સ્વરમાં કહ્યું કે તમે મારા જીવનના માસ્ટર છો, શું તમે નક્કી કરશો કે મારે શું કરવું છે અને શું નહીં.આ સમયે તેમને મને નમ્રતાથી કહ્યું કે સાહેબ, તમે રાજ્યના મુખ્યમંત્રી છો, તમે કોઈ વ્યક્તિ નથી, તમે રાજ્યની સંપત્તિ છો અને તેની સુરક્ષાની જવાબદારી અમારી છે. આવી સ્થિતિમાં તમારે નિયમોનું પાલન કરવું પડશે. આ મારો આગ્રહ રહેશે અને હું સુનિશ્ચિત કરીશ કે નિયમોનું પાલન થાય. આવા બાહોશ અધિકારી આજે પણ એનડીઆરએફમાં જવાબદારી સંભાળે છે.
ગુજરાતીઓ બચીને રહેજો! હવે આ શહેરમાં ભારે પડી રહ્યો છે શ્વાનનો આતંક, માસુમ બાળક પર...
2019 માં, 1988 બેચના IPS અધિકારી અતુલ કરવલને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), હૈદરાબાદના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કરવલ SVP-NPA ના ડિરેક્ટરનું પદ સંભાળનાર ગુજરાત કેડરના પ્રથમ IPS અધિકારી હતા. આ પહેલાં ગુજરાત કેડરના કોઈ અધિકારીને આ એકેડમીના ડાયરેક્ટરની જવાબદારી મળી ન હતી. આ એકેડમી ભારતીય પોલીસ સેવા માટે પસંદ કરાયેલા અધિકારીઓને તાલીમ પૂરી પાડે છે.તે સમયે તેઓ નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) ટ્રેનિંગના પદ પર CRPFમાં કામ કરતા હતા. 22 મે 2008ના રોજ ભારતીય પોલીસ માઉન્ટ એવરેસ્ટ અભિયાનના સદસ્યના રૂપમાં તેમને માઉન્ટ એવરેસ્ટ પણ સર કર્યો હતો. અતુલ કરવલે એનડીઆરએફના ડીજી તરીકે પણ જબરદસ્ત સેવાઓ આપી છે. જે સેવાઓ જિંદગીભર લોકો યાદ રાખશે. આ એક એવા અધિકારી છે જેઓ હંમેશાં સરકારની ગુડબુકમાં રહ્યાં છે. એમની પત્ની નિવૃત્ત થયા પછી પણ રેરા જેવા અગત્યની સંસ્થામાં જવાબદારી સંભાળી રહ્યાં છે.
એવોર્ડ
વિશિષ્ટ સેવા માટે તેમને નીચેના ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા:
- પરાક્રમ પદક. કઠિન સેવા પદક, સ્વતંત્રતા દિવસ ૨૦૨૦ ના રોજ દૂસરા વીરતા પદકથી સન્માનિત કરાયા છે.