મહેસાણા : હાલ લોકડાઉનનો 28મો દિવસ છે. તંત્ર દ્વારા વાયરસનો વધારે ફેલાવો ન થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા સતત લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ લોકો દ્વારા સતત લોકડાઉનના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં સ્થિતી પર કાબુ મેળવવા માટે સ્થાનિક તંત્ર પણ ખુબ જ કડક પગલા લેવાઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દવાના બહાને લોકડાઉનનો ભંગ કર્યો તો ખેર નથી, કેમિસ્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય

આ સ્થિતીમાં કડી શહેર દ્વારા સ્વયંભુ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 23 તારીખથી 27 તારીખ સુધી કડી શહેર સ્વૈચ્છીક રીતે કર્ફ્યુંનું પાલન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 તારીખ થી મેડિકલ અને દૂધ સિવાય ની એક પણ દુકાન કડીમાં ખુલશે. મામલતદાર દ્વારા વિવિધ એસોસિએશની બેઠક સાથે બેઠક બાદ નિર્ણય લીધો છે. માત્ર કરિયાણાની દુકાનો અને શાકભાજીની માર્કેટ પણ 5 દિવસ સુધી બંધ રહેશે. 


અગ્ર આરોગ્ય સચિવનો લોકલ ટ્રાન્સમિશનનો આડકતરો સ્વિકાર, એક દિવસમાં 112 કેસ

માત્ર મેડિકલ સ્ટોર્સ અને દૂધના વિતરણ કેન્દ્રો જ ચાલુ રહેશે. 28 તારીખથી તંત્રની સુચના અનુસાર દુકાનો ખુલ્લી રહેશે. આ પ્રકારે સ્વૈચ્છિક રીતે બંધ પાળવાનો નિર્ણય લેવાનો છે. આવો સ્વયંભુ નિર્ણય લેનાર કડી કદાચ ગુજરાતનું પ્રથમ શહેર હશે. પોતાની જાતે જ કડી દ્વારા કર્ફ્યુનું પાલન કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube