જયેન્દ્ર ભોઇ, ગોધરા: રાજ્ય (Gujarat) માં સતત કોરોના (Coronavirus) નો કહેર વધી રહી છે. કોરોનાની બીજી લહેરની અસર હવે ગામડાં અને નાના શહેરોમાં વર્તાઇ રહી છે. જેના લીધે હવે વધુ સાવચેતીના પગલાં લેવા જરૂરી બની ગયું છે. રાજ્ય (Gujarat) ના ઘણા નાના શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન (Lockdown) ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ગોધરા કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ (Sports) કોમ્પલેક્ષના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 14 દિવસ માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કસરત અને ઇન્ડોર ગેમ રમવા માટે બહારથી આવતાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ


સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કલેક્શન મેનેજરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ અન્ય ચાર કર્મચારીઓને તાવ સહિતના લક્ષણો જોવા મળતાં તેઓના પણ સેમ્પલ રિપોર્ટ માટે આપવામાં આવ્યા છે.


લોકડાઉન (Lock Down) દરમિયાન લાંબા સમય ગાળા સુધી બંધ રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખુલતા જ અહીં રોજિંદા કસરત અને રમત માટે આવતા ૨૦૦ થી વધુ નોંધાયેલા સભ્યોમાં ખુશી વ્યાપી હતી. ત્યાં જ પુનઃ કોરોનાનું ગ્રહણ નડયું હોય એમ તેઓની અવર જવર હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

લાખો રૂપિયાની ખોટ છતાં ગુજરાતના આ શહેરમાં આઠ દિવસનું આપ્યું લોકડાઉન


જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. વધતા કોરોના સંક્રમણ ને રોકવા માટે રાજ્યમાં જે 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે તેમાં ગોધરા નો પણ સમાવેશ થાય છે.

ટૂંક સમયમાં 12 રુટ પર વોટર ટેક્ષી અને 4 નવા રુટ પર રોપેક્સ સર્વિસ થશે શરૂ


પંચમહાલ (Panchmahal) જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સરેરાશ 25 થી વધુ કોરોના પોઝિટિવ કેસ ચોપડે નોંધાઇ રહ્યા છે. ગઈકાલ એટલે કે 7 એપ્રિલના રોજ પણ 33 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 4695 પહોંચ્યો છે. જિલ્લામાં નોંધાઇ રહેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ ગોધરા શહેર ખાતે જ નોંધાય છે જેને લઇ ગોધરાના મોટા ભાગના રહેણાંક વિસ્તારોમાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube