મૌલિક ધામેચા/અમદાવાદ: ACBએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીને 60 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતા ઇન સ્કૂલ નામના પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની સરકારી સ્કૂલોમાં અલગ-અલગ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા ટેન્ડરિંગ કરી સ્કૂલોમાં સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ, સ્પોર્ટસ એજ્યુકેશન આપવા માટે કાર્યક્રમ ચાલે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી. બેંગલોર ખાતેની એજન્સી પણ સામેલ છે. જેમાં ફરિયાદી એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી રીજનલ મેનેજર 2018-19ના આ પ્રોગ્રામ હેઠળ કોન્ટ્રાકટ ચાલુ રાખવા માગતા હતા. જે અંગે ઇન સ્કૂલ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સંદીપ પંડ્યાએ ફરિયાદી પાસે સ્કૂલ દીઠ રૂા.9૦૦ લેખે કુલ 72 સ્કૂલોના રૂા.64,8૦૦ને બદલે દર મહિને રાઉન્ડ ફીગર રૂા.6૦,૦૦૦ની માંગ કરી હતી.


દોસ્ત દોસ્ત ના રહા... મિત્રએ જ મિત્રને હનિટ્રેપમાં ફસાવી પડાવ્યા 10 લાખ


ફરિયાદી દ્વારા ACBમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી સંદીપ પંડ્યાને લાંચ લેતા ઝડપી લીધા હતાં. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 60 હજાર રૂપિયાની રોકડ રકમ કબ્જે કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્કૂલ પ્રોજેક્ટ ઇન્ચાર્જ વિરૂદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.