અમદાવાદીઓને મળ્યા સ્પુતનિક V વેક્સીનના ડોઝ, જાણો એક ડોઝની કેટલી છે કિંમત
અમદાવાદમાં (Ahmedabad) કોવિશિલ્ડ (Covishield), કોવેકસીન (Covaxin) બાદ હવે સ્પુતનિક V વેકસીન મળવાની શરૂઆત થઈ છે. 1145 રૂપિયામાં (મૂળ કિંમત 995 + હેન્ડલિંગ ચાર્જ 150) સ્પુતનિક V (Sputnik V) વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) કોવિશિલ્ડ (Covishield), કોવેકસીન (Covaxin) બાદ હવે સ્પુતનિક V વેકસીન મળવાની શરૂઆત થઈ છે. 1145 રૂપિયામાં (મૂળ કિંમત 995 + હેન્ડલિંગ ચાર્જ 150) સ્પુતનિક V (Sputnik V) વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે. અત્યારે ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેકસીનના 600 ડોઝ આવ્યા છે જેમાંથી 200 જેટલા વેકસીનના ડોઝ (Vaccine Dose) લગાવવામાં આવ્યા.
અમદાવાદ (Ahmedabad) માટે 28,800 જ્યારે સમગ્ર રાજ્ય માટે 40,000 સ્પુતનિક V (Sputnik V) વેકસીનના ડોઝ શેલબી ગ્રૂપ તરફથી ખરીદવામાં આવ્યા છે. ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યમાં આવેલી શેલબી હોસ્પિટલ (Shalby Hospital) માટે કુલ મળીને 82,800 ડોઝની ખરીદી કરાઈ છે. 15 દિવસ બાદ સ્પુતનિક V વેકસીનનો બીજો ડોઝ શેલબી હોસ્પિટલમાં પહોંચશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતની તમામ 6 શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેકસીનના ડોઝ (Vaccine Dose) આપવાની શરૂઆત થશે.
આ પણ વાંચો:- RTE માં પ્રવેશ અને ફીમાં રાહત મામલે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
શેલબી ગ્રૂપ દ્વારા ગુજરાતની 6 હોસ્પિટલ સિવાય જબલપુર, જયપુર, ઇન્દોર, મોહાલી અને મુંબઈમાં આવેલી હોસ્પિટલમાં પણ સ્પુતનિક V વેકસીનના ડોઝ આપવામાં આવશે. સ્પુતનિક V વેકસીન લેવા ઇચ્છુક લોકો ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેકસીન મેળવી શકે છે આ સિવાય કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન મારફતે પણ વેકસીનનો ડોઝ મેળવી શકશે.
આ પણ વાંચો:- અમદાવાદમાં શરૂ થઇ વધુ બે અદ્યતન સ્માર્ટ સ્કૂલો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઇને અંજાઇ જશે આંખો
પ્રથમ ડોઝ 1145 રૂપિયામાં લીધાના 21 દિવસ બાદ ફરી 1145 રૂપિયા ચૂકવીને બીજો ડોઝ લેવાનો રહેશે. માઇનસ 20 ડીગ્રી પર સ્પુતનિક V વેકસીનને રાખવાની જરૂરિયાત રહે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેકસીનનો ડોઝ ઇચ્છુક લોકો મેળવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube