ઉદય રંજન, અમદાવાદ: ટ્રેન (Train) માં સફર કરો છો તો સતર્ક થઈ જજો કારણ કે એક એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની માનસિકતા સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. મુંબઇથી ભગતની કોઠી ટ્રેનમાં ગત 16 માર્ચના રોજ ટોયલેટ (Toilet) માંથી એક સ્પાય કેમેરા મળી આવ્યો હતો અને જે કેમેરાની તપાસ રેલવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police


આરોપી કોમ્યુટરનો જાણકાર હોવાનું સામે આવ્યું છે અને જે મૂળ ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) નો રહેવાસી છે અને છેલ્લા 15 વર્ષ થી મુંબઈ (Mumbai) માં રહે છે. આરોપી ટ્રેનમાં હાઉસ કિપિંગ સુપરવાઈઝર છે. અને તેણે કેમેરા લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી જહિઉદીન શેખએ કેમેરાની સાથે પાવર બેંક પણ લગાવી હતી અને તેના વાયર ના દેખાય તે માટે ડસ્ટબિન ખોલી તેની અંદરથી વાયર નાખી દીધા હતા. 

મારવાડી યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ: 8 વિદ્યાર્થી થયા સંક્રમિત, આફ્રિકન વિદ્યાર્થીનું મોત


મળતી માહિતી પ્રમાણે 16 માર્ચ ના રોજ એરફોર્સ (Airforce) માં કામ કરતા એક યુવકના નજરે આવ્યું અને તેને પોલીસને માહિતી આપી અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube