સુરતમાં ગર્ભપાત બાદ તરૂણીના મોતની ચોંકાવનારી ઘટના: ત્રણ-ત્રણ ડોક્ટરોની ગુનાહિત બેદરકારી, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો?
Surat News: ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત બાદ તરૂણીનું મોત નિપજ્યું છે. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ માંગતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એકવાર શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો છે. કોઈક યુવક સાથે પ્રેમસંબંધમાં ગર્ભવતી થયેલી તરૂણીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત બાદ તરૂણીનું મોત નિપજ્યું છે. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ માંગતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તરૂણીનો ગર્ભપાત કરાવનારા તેના બહેન-બનેવી, ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે પણ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં ત્રણ તબીબોએ બેદરકારી દાખવી છે. આ ઘટનામાં ગર્ભપાત બાદ ઘરે પહોંચતા તરૂણી ઢળી પડ્યા બાદ હોસ્પિટલે મૃત જાહેર કરી હતી. તરૂણીના મોતમાં ત્રણ-ત્રણ તબીબોની ગુનાહિત બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં ખૂલ્યું છે કે તરૂણીને સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ નિયમ મુજબ પોલીસને જાણ કરાઈ ન હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube