ગુજરાત રાજ્યમાં `પદ્માવત` ફિલ્મના વિરોધના પગલે એસ.ટી બસોના પૈડા થંભ્યા
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરાયું, અનેક ફેરફારો કરાયા છતાં વિરોધ શાંત થવાનું નામ લેતો નથી. ગુ
અમદાવાદ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરાયું, અનેક ફેરફારો કરાયા છતાં વિરોધ શાંત થવાનું નામ લેતો નથી. ગુજરાત સહિત ચાર રાજ્યો પર લાગેલા પ્રતિબંધને પગલે ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમમાં જઈને રીલિઝની લીલીઝંડી મેળવી છતાં ફિલ્મ સામે વિરોધ અટકવાનું નામ લેતો નથી. ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહી છે. ગુજરાતમાં ફિલ્મના વિરોધને પગલે એસ.ટી બસોના પૈડા થંભી જતા મુસાફરોને હાલાકી પડી રહી છે. રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં એસ.ટી સેવા બંધ જોવા મળી રહી છે
ખાસ કરીને રાણીપથી ઉત્તર ગુજરાતની બસો બંધ છે. અમદાવાદથી ગાંધીનગરની બસો બંધ છે. જ્યારે દહેગામથી બાયડની સેવા ચાલુ છે. સૌરાષ્ટ્રની પણ કેટલીક બસોની અવરજવને અસર થઈ છે. . કોઈ પણ પરિસ્થિતિમાં સ્થાનિક ડેપો મેનેજરની સૂચનાનું પાલન કરવાના આદેશ અપાયા છે.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મની રીલિઝની પરવાનગી આવતા છતાં તેનો વિરોધ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શનિવારે ગાંધીનગરની બાલવા ચોકડી નજીક એસટી બસ સળગાવીને પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. કરણી સેના દ્વારા ક્યાંક હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જાહેર સંપતિને નુકશાન કરવામાં આવી રહ્યું છે.