ડાંગમાં વધુ એક અકસ્માત : ડ્રાઈવરે યુટર્ન લેતા એસટી બસ ઊંડી ખીણમાં ખાબકી
ડાંગમાં બસ અકસ્માતમાં 12 વિદ્યાર્થીઓના મોતની સ્યાહી હજી સૂકાઈ નથી ત્યાં વધુ એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. સાપુતારાથી આહવા જતી એસટીની મિની બસ ગઈકાલે રાત્રે ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્નેહલ પટેલ/ડાંગ : ડાંગમાં બસ અકસ્માતમાં 12 વિદ્યાર્થીઓના મોતની સ્યાહી હજી સૂકાઈ નથી ત્યાં વધુ એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. સાપુતારાથી આહવા જતી એસટીની મિની બસ ગઈકાલે રાત્રે ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસટીની મિની બસ સાપુતારાથી આહવા જઈ રહી હતી. ત્યારે માલેગામ નજીક યુ ટર્ન લેતા સમયે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને બસ 100 ફૂટ જેટલા ઊંડા ખીણમાં ખાબકી હતી. સદનસીબે બસમાં માત્ર 5 પેસેન્જર્સ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ બસનો કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી, અને બસમાં રહેલા ચાલકોને બહાર કઢાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા.