બ્રિજેશ દોશી/અતુલ તિવારી/ગાંધીનગર :વિદ્યાર્થીઓના હિત માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ જાહેરાત કરી કે, ધોરણ 10 માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ (admission) મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : પાકિસ્તાને UAE ના નામે ગુજરાતમાં ઘૂસાડ્યા 1600 ટન ખજૂર, 100 કરોડની ડ્યુટી ચોરી પકડાઈ


આજથી ધોરણ 10 (standard 10) ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, અત્યાર સુધી ધોરણ 10 માં ગણિત બેઝકના વિદ્યાર્થી જે રાખે છે, તેમને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો ન હતો. તેથી નિર્ણય લેવાયો કે, તેથી બેઝિક ગણિત રાખનારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રૂપમા પ્રવેશ મળશે. બાયોલોજી, ફિઝીક્સ અને કેમેસ્ટ્રીમાં તેઓ પ્રવેશને પાત્ર રહેશે. 


ધોરણ 10માં બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ વિભાગના નિર્ણયને ખાનગી ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે. બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને જો ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ ના આપવામાં આવતું તો અનેક કોલેજો માટે મુશ્કેલી ઉભી થાત. હાલ અનેક કોલેજોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહે છે, એવી સ્થિતિમાં સરકારે લીધેલો નિર્ણય અનેક કોલેજોને જીવંત રાખશે. અગાઉ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ન કરી શકે એવી વાત હતી, પણ હવે સરકારના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ડિપ્લોમા એન્જિનિયરીંગ કરવાની એક તક મળશે. માત્ર સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ જ ડિપ્લોમા એન્જિનિયરીંગ કરી શકે એવો નિર્ણય અંતિમ હોત તો અને સંસ્થાઓના ભવિષ્ય પર સવાલ ઉભા થયા હોત. ત્યારે આ વર્ષે પણ 35 ટકા ગ્રેસિંગ સાથે ધોરણ 10 બાદ ડિપ્લોમામાં પ્રવેશ આપવાનો નિર્ણય સરકારે લીધો છે. જો સરકારે આ નિર્ણય બે મહિનો મોડો લીધો છે. બે મહિના પહેલા નિર્ણય લેવાયો હોય તો ખાલી રહેલી સરકારી બેઠકો પણ મોટી સંખ્યામાં ભરી શકાઈ હોત. હાલ 35 ટકા સાથે ગ્રેસિંગથી પાસ અંદાજે 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ખાલી બેઠક પર પ્રવેશ લેશે એવી અમને આશા છે તેવુ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમા કોલેજ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું.


આ પણ વાંચો : Vibrant Gujarat 2022 ની તૈયારીઓનો આજથી પ્રારંભ, આજે કરોડોના MOU થશે


ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે તેમાંથી 1.5 થી 2 લાખ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની તક મળે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. તેથી આ જાહેરાત તેમના કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થશે.