ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં
આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું 64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ જાહેર થયું છે. આમ, રાજકોટનું પરિણામ ઘટ્યું છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું 64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ જાહેર થયું છે. આમ, રાજકોટનું પરિણામ ઘટ્યું છે.
ગણિતમાં ધ્યેય ફિંડોરીયાએ 100માંથી 100 માર્કસ મેળવ્યાં
ધ્યેય ફિંડોરીયા નામના વિદ્યાર્થીઓ ધોરણ 10 ( અંગ્રેજી માધ્યમ)માં 99.80 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. તો ગણિતમાં 100 માંથી 100 પ્રાપ્ત કર્યા. જ્યાં આ વર્ષે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર અઘરુ બની રહ્યું હતું. ત્યાં એક માત્ર ગણિત વિષયમાં ધ્યેય ફિંડોરીયાએ 4 થી 5 કલાક મહેનત કરીને 100 માંથી 100 માર્કસ મેળવ્યાં છે. જ્યારે કે, અન્ય વિષય માટે અલગ 4 થી 5 કલાક ફાળવતો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ગણિત વિષયમાં કુલ 3 લાખ 10 હજાર 833 વિદ્યાથીઓ નાપાસ થયા છે. 39 ટકા વિદ્યાથીઓ ગણિતમાં નાપાસ થયા છે.
દેવી પંડ્યાએ પણ 99.96 પર્સન્ટાઈલ મેળવ્યાં
વિદ્યાર્થીઓનં પરિણામ 56.53 ટકા છે, અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 66.02 ટકા છે. ત્યારે આ વર્ષે પણ પરિણામમા વિદ્યાર્થીનીઓએ કાઠું કાઢ્યું છે. ત્યારે રાજકોટની માનસી દીપેશકુમાર ત્રિવેદીએ 96.98 પર્સન્ટાઈલ સાથે A2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત દેવી પંડ્યાએ પણ 99.96 પર્સન્ટાઈલ મેળવીને રાજકોટનું નામ કાઢ્યું છે. દીકરીઓ પણ હવે દીકરાઓ કરતા આગળ આવી રહી છે તેનો આ પુરાવો છે.
ઓમના 100માંથી 94 માર્કસ
તો ઓમ રામાનુજ નામના વિદ્યાર્થીએ ધોરણ 10 માં 99.99 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.
ગણિતમાં 100 માંથી 94 માર્ક મેળવનાર ઓમ શાળા કલાસીસ ઉપરાંત ઘરે 3 થી 4 કલાક મહેત કરતો હતો. તો તેણે સંસ્કૃત ભાષામાં 100 માથી 100 માર્કસ મેળવ્યાં છે. ઓમ આગામી દિવસોમાં એન્જિનિયરીંગ કરી IIT બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સમાં જવાનું સ્વપ્ન બનાવ્યું છે. સારા પરિણામને કારણે રામાનુજ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજકોટમાં રેઢી મળી હતી ઉત્તરવહી
રાજકોટમાં પણ આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 189 બિલ્ડિંગના 1840 બ્લોક પરથી 54,579 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, રાજકોટમાં જેતપુર હાઇવે પરથી મહેસાણાના ગણેશપુરા કેન્દ્રથી બસમાં મુકાયેલ 1200 જેટલી વિજ્ઞાન ટેક્નોલોજીની ઉતરવહી રેઢી મળી હતી, જેને લઇ વિદ્યાર્થીઓમાં ચિંતા હતી. જો કે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધી 5 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.