અતુલ તિવારી, અમદાવાદ: આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બિહારથી ગુજરાત ચાઈલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ, 32 બાળકોને CIDએ કબજે લીધા


આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિાણ 8.17 ટકા જાહેર થયું છે. 1,32,032 વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી 1,08,869 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. પરીક્ષા આપી હતી તેવા 1,08,869 વિદ્યાર્થીઓમાંથી 8,890 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 5,207 વિદ્યાર્થીઓ અને 3,683 વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. વિદ્યાર્થીઓની ટકાવીર 8.04 ટકા છે જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી 8.36 ટકા છે.


આ પણ વાંચો:- રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી


આજે ધોરણ 10 પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રો જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે. 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું વિતરણ શાળા ખાતેથી કરાશે. ગુણચકાસણી કરાવવા માંગતા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ પોસ્ટથી 7 દિવસમાં અરજી કરવાની રહેશે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે 1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર નહીં કરવામાં આવે, 21 સપ્ટેમ્બરે સ્કૂલમાંથી માર્કશીટ વિતરણ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube