હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે. 21 મેના રોજ સવારે 8:00 કલાકે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"215252","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કસિટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરવામાં આવશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.


ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં, ખાતર કૌભાંડ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર


ઉલ્લેખનીય છે કે, ધોરણ-10ની પરીક્ષામાં કુલ 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતમાં સૌથી વધુ 98,563 વિદ્યાર્થીઓએ અને દીવમાં સૌથી ઓછા 1,317 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...