ધોરણ-10 Result : A-1 ગ્રેડમાં આ 3 જિલ્લાનું સૌથી ખરાબ પર્ફોમન્સ
માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 66.97% જાહેર થયુ છે. કુલ 8 લાખ 22 હજાર 823 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5 લાખ 51 હજાર 23 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 79.63% પરિણામ આવ્યુ છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 46.38% પરિણામ જાહેર થયુ છે.
અમદાવાદ :માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 66.97% જાહેર થયુ છે. કુલ 8 લાખ 22 હજાર 823 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5 લાખ 51 હજાર 23 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 79.63% પરિણામ આવ્યુ છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 46.38% પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષ પણ સુરત જીલ્લાનું સૌથી વધુ પરિણામ હતુ. ત્યારે A-1 ગ્રેડમાં પણ સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા સુરત જિલ્લામાં જ જોવા મળી છે. સુરતના 1009 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ ધરાવે છે. આ ગ્રેડમાં એકમાત્ર સુરત શહેરના વિદ્યાર્થીઓએ 1000નો આંકડો પાર કર્યો છે.
ધોરણ-10ના ઓવરઓલ પરિણામ, જુઓ કયા જિલ્લાનું સૌથી વધુ, અને ક્યાં ઓછું
A-1 ગ્રેડમાં 3 જિલ્લા સાવ 0 પર
A-1 ગ્રેડમાં એક તરફ જ્યાં સુરત જિલ્લો અવ્વલ છે, ત્યાં બીજી તરફ 3 જિલ્લા એવા છે જ્યાં A-1થી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. જેમાં ડાંગ, તાપી અને દીવનો સમાવેશ થાય છે. નર્મદા અને દાદરા નગર હવેલીમાં A-1માં માઆત્ર 1 જ વિદ્યાર્થીઓ છે. ડાંગમા A-2 ગ્રેડમાં માત્ર 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
અંગ્રેજી માધ્યમનું ટકા 88.11 ટકા
હિન્દી માદ્યમનુ પરિણામ 72.66 ટકા
રાજ્યનો સુરત જિલ્લો 79.63 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે કે છોટાઉદેપુર જિલ્લો 46.38 ટકા સાછે છેલ્લા ક્રમે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2018ના પરિણામમાં પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. ગત વર્ષે સુરતનું પરિણામ 80.06 ટકા હતું.
ગીર-સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેલો છે, જ્યારે કે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર પણ ગીર-સોમનાથ જિલ્લાનું છે. આ જિલ્લાનું તડ કેન્દ્રનું પરિણામ 17.63 આવેલું છે, જે સમગ્ર રાજ્યમાં ઓછું છે.
આ વર્ષે 6142 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાઁથી 872 ઉમેદવારો 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થયા છે.
સો ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 366 નોંધાઈ છે. તો ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 63 જેટલી છે. 955 શાળાઓ એવી છે, જેનુ પરિમામ 30 ટકાથી ઓછું છે.
માર્ચ 2019ની પરિક્ષામાં 62.83% વિદ્યાર્થીઓ પાસ થયાં છે જ્યારે 72.64% વિદ્યાર્થિઓની બાજી મારી છે... જેમાં 4 હજાર 974 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયાં જ્યારે 32 હજાર 375 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે... તો 70 હજાર 677 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે અને 1 લાખ 29 હજાર 629 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ સાથે પાસ થયા છે.
એક સમયે દીક્ષા લેવાનો નિર્ણય કરી ચૂકેલી અમદાવાદની બ્રિન્દાએ મેળવ્યા 99.11 પર્સન્ટાઈલ
ક્યાં કેટલુ પરિણામ
સૌથી વધુ સુરતનું 79.83 ટકા પરિણામ
અમદાવાદ 71.50%
જામનગર 70.61%
દાહોદ 49.18%
ગોંડલ 72.02%
પોરબંદર 62.61%
નવસારી ૬૭.૪૫%
મહેસાણા67.92%
સોથી ઓછું છોટાઉદેપુર 46.38%
સાબરકાંઠા ૬૩.૦૪%
કચ્છ 65.46%
પંચમહાલ ૫૧.૮૧%
વડોદરાનું 67.03%
અરવલ્લી ૬૬.૯૭
અમરેલી 61.65 %
પાટણ 59.53%
મોરબી ૭૪.૦૯
રાજકોટ ૭૩.૯૨%
દેવભૂમિ દ્વારકા 70.32%
તાપી 62.79%
ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ધોરણ-10નું પરિણામ 67.50 ટકા હતું, જેથી કહી શકાય કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. પાસ થનાર વિદ્યાર્થીઓના વાલીઓએ સંતાનોનું મોઢુ મીઠું કરાવીની ખુશી મનાવી હતી.