Board Exam 2023 : ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વની ખબર સામે આવી છે. માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ છે. બોર્ડની વેબસાઈટ gseb.org પરથી શાળા દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો - માધ્યમની કરાઈ કરી હોલટિકિટ મેળવવાની રહેશે. પરિક્ષાર્થીનો ફોટો ચોંટાડી, સહી કરાવી, વર્ગ શિક્ષકની સહી - સિક્કા સાથે હોલટિકિટ પરિક્ષાર્થીને આપવાની રહેશે. હોલ ટિકિટમાં પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે 14 માર્ચથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.



14 માર્ચથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા
ધોરણ 10ની હોલ ટિકિટ પણ આજથી gseb.org પરથી ડાઉનલોડ થઈ શકશે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલ કે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. 14 માર્ચથી ધોરણ 10ની પણ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. વિદ્યાર્થીઓના ફોટા, સહી, સ્કૂલના સહી સિક્કા સાથે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. હોલ ટિકિટમાં જરૂરી સુધારા વધારા કરાવવા વિદ્યાર્થીઓએ ચકાસીને બોર્ડની કચેરીએ જવું પડશે.


પરીક્ષાની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
માર્ચ-2023ની ધો.10ની એસ.એસ.સી. પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રીપિટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની Hall Ticket (પ્રવેશિકા)ની ઓનલાઇન પ્રિન્ટ નોંધાયેલ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવાની સૂચના અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે. હૉલટીકીટની પ્રિન્ટ મેળવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી અર્થે આ પરિપત્રમાં આપેલ નીચેની સૂચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે.


સ્કૂલે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોર્મ મુજબ વિષયોની ચકાસણી કરવાની રહેશે. જે બાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી તથા સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો અને સહી કરાવીને વિદ્યાર્થીને આપવાની રહેશે. કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીએ પણ જાણ કરવાની રહેશે.


સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૨૩માં યોજાનાર ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ કરાયો છે. બોર્ડ દ્વારા આ અંગે કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, બોર્ડની પરીક્ષા દરમિયાન સંચાલક-ટ્રસ્ટીને કોઈ કામગીરી સોંપાતી ન હોવાથી તેમને કેન્દ્રમાં હાજર રહેવાની જરૂર નથી. આ અંગે તમામ ડીઈઓ દ્વારા સ્કૂલોમાં સુચના પહોચતી કરવામાં આવી છે. બોર્ડના અધિકારીઓ પરીક્ષા સમયે ચેકિંગમાં હોય છે. આ સમયે કોર્ સંચાલક હાજર હશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ વિદ્યાર્થીઓને પ્રમોશન નહિ


ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ બે વિષયમાં 35 ટકા કરતા ઓછા માર્ક હોય તો વર્ગ બઢતી અટકાવવામા આવશે તેવો નિર્ણય લેવાયો છે. કોરોનાના કારણે નિયમ અટકાવવામા આવ્યો હતો. કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા નિયમનુ અમલીકરણ નહતુ થઈ શક્યુ. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 


આ પણ વાચો : 


સલમાન ખાનને ધમકી આપનારી ગેંગ સુરતથી પકડાઈ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 ગેંગસ્ટર જેલભેગા


દેવાયત ખવડના જામીન અંગે મોટા અપડેટ, જાણો 72 દિવસ બાદ જેલમાંથી મુક્ત થશે કે નહિ?