Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. હવે રાજ્યમાં દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો રણશિંગૂ ફૂંકીને પ્રચાર પ્રસાર કરશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે બોટાદમાં જાહેર સભા સંબોધશે. પીએમ મોદી બોટાદ, ગઢડા, ધંધુકા અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની સભામાં 1 લાખથી પણ વધુ લોકો હાજર રહેશે. બીજી બાજુ આવતીકાલે ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠક પર યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા સહિતના 89 નેતાઓ જનસભામાં સંબોધન કરશે..


કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, રમેશ ચેનિથલા, દિગ્વિજય સિંઘ, કલમ નાથ, ભૂપેન્દ્ર સિંઘ હુડા, અશોક ચવાન, તારીક અનવર, બીકે હરિપ્રસાદ, મોહન પ્રકાશ, શક્તિસિંહ ગોહિલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, સચિન પાઇલટ, શિવાજી રાવ મોઘે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, નારણભાઈ રાઠવા, જિજ્ઞશ મેવાણી, પવન ખેરા, ઈમરાન પ્રતાપગરી, કનૈયા કુમાર, કાંતિલાલ ભૂરિયા, નસીમ ખાન, રાજેશ લીલોઠિયા, પરેશ ધાનાણી, વિરેન્દ્રસિંહ રાઠોડ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા, બીએમ સંદીપ, અનંત પટેલ, અમરિન્દરસિંહ રાજા અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.


પીએમ મોદી 19મીથી ગુજરાતની મુલાકાતે
19 નવેમ્બરે પીએમ મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણીપ્રચાર કરશે તેમજ વલસાડ જિલ્લાના વાપીમાં રોડ-શો કરશે. એમાં વાપીના ડાભેલ ચેકપોસ્ટથી ચલા થઈ રોડ-શો કરશે અને ત્યાર બાદ વલસાડમાં સભા કરશે. એમાં વડાપ્રધાનના આગમનની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 


પીએમના પ્રવાસને લઈ વલસાડ જિલ્લાની બેઠકો પર ભાજપને ફાયદો થશે. તેમજ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે, જેમાં તેમના માટે વિશેષ 5 જેટલાં હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યાં છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે આવેલા હેલિપેડમાં હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ ચૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube