ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 26 ફેબ્રુઆરી બુધવારથી પ્રારંભ થશે. વિધાનસભાની કાર્યવાહીના પ્રથમ દિવસે નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21ના વર્ષ માટેનું અંદાજ પત્ર રજૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમજ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ-વલસાડ,  કરમશીભાઈ કોળી પટેલ-સાણંદ અને ગોવિંદભાઇ ચૌહાણ–બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. 

તા. 27 ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે, જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે.  તા. 2જી અને 3જી માર્ચ, 2020ના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ 4થી માર્ચ, 2020થી થશે, જે માટે કુલ 4 દિવસ ફાળવવામાં આવેલ છે.   

ત્યારબાદ જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે, જે માટે કુલ 12 બેઠકો ફાળવવામાં આવેલ છે. 

સમગ્ર સત્ર દરમ્યાન કામકાજના કુલ 22 દિવસ રહેશે અને એકંદરે ગૃહની 25 બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ 3 બેઠકો મળશે. અને સમગ્ર સત્ર દરમ્યાન ૩ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. 


જ્યારે છેલ્લા દિવસે એટલે કે 31 માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ તા. 26 ફેબ્રુઆરી 2020 થી શરૂ થશે અને 31 માર્ચ 2020ના રોજ પૂર્ણ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...


જુઓ LIVE TV