હનીફ ખોખર/જૂનાગઢ: સરદાર પટેલની પ્રતિમા પછી ગુજરાત સરકારના સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના એટલે ગિરનાર રોપવે પ્રોજેક્ટ અને આ રોપવે પ્રોજેક્ટની કામગીરી અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. એશિયાનો નો સૌથી મોટો રોપવે પ્રોજેટ જૂનાગઢના ગિરનાર ઉપર બની રહ્યો છે ત્યારે હવે હેલીકૉપટર દ્વારા રોપવેની કામગીરી શરુ થઇ ગઈ છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે ગિરનાર અને ગિરનાર પર્વત ઉપર પહોંચવા માટે ગુજરાત સરકાર દ્વારા રોપવે બનાવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલની વિશાલ પ્રતિમાની કામગીરી પૂર્ણ થયા પછી હવે સરકારે ગિરનાર રોપવે પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવા માટે બધીજ તાકાત લગાડી દીધી છે. ગિરનારની ટોચ ઉપર ટાવર બનાવવા માટે ભારે સામાન પહોંચાડવામાં માટે હવે હેલીકૉપટરનો ઉપયોગ શુરુ કરવામાં આવ્યો છે. ત્યારે રોપવે પ્રોજેક્ટનું કામ કરતી ઉષા બ્રેકો કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મનીજ પવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ હેલીકૉપટર એક ટનનો વજન ઉઠાવી શકે છે. અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.


જૂનાગઢ ગીરનાર રોપવેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. 110 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ગીરનાર રોપવે તળેટીથી શરૂ થશે અને ગીરનાર પર આવેલ અંબાજી માતાના મંદિર સુધીની કુલ લંબાઈ અઢી કીલોમીટરની રહેશે અને જેની ઊંચાઈ 900 મીટરની હશે. ત્યારે આ રોપવેમાં કુલ 30 ટ્રોલી મુકવામાં આવશે. એક ટ્રોલીમાં 8 મુસાફરો બેસવાની ક્ષમતા હશે.


એઇમ્સ બાદ રાજકોટને મળી બીજી મોટી ભેટ, કેન્દ્રીય મંત્રી માંડવિયાની જાહેરાત


આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢને જ નહિ પરંતુ ગુજરાતને રોપવેની મોટી ભેટ આપી છે. જૂનાગઢના ગિરનાર ઉપર જે રોપવે બની રહ્યો છે તે એશિયાનો નો સૌથી મોટો રોપવે પ્રોજેટ છે. અને અત્યારે હેલીકૉપટર દ્વારા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.


વડોદરા: મહાનગરપિલાકના ડ્રાફ્ટ બજેટમાં કરાયો ફેરફાર, થયો આટલો ઘટાડો


હાલ ગીરનાર રોપવેની તમામ મશીનરી યુરોપના ઓસ્ટ્રિયા દેશમાંથી મંગાવવામાં આવી છે અને અત્યારે પેહલા ફેસની મશનરી ગીરનાર તળેટી ખાતે આવી ગઈ છે. જેનું કામ પૂર જોશમાં ચાલી રહયું છે. અને 2019ના અંત સુધીમાં શરુ થઇ જશે. સંભાવના જોવામાં આવી રહી છે. જૂનાગઢનો ગીરનાર રોપવે પ્રોજેક્ટ સાકાર થવાથી જૂનાગઢને નહિ પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને તેના કારણે સ્થાનિકોને ખુબજ મોટો ફાયદો થનાર છે.