અમદાવાદ :  કોરોનાના અંતનો આરંભ થઇ ચુક્યો છે. કમુરતા ઉતરતાની સાથે જ આજથી (16 જાન્યુઆરી, 2020)થી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ રહી છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાતમાં આવી છે. હાલ તંત્ર દ્વારા 16 જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી માંડીને સ્ટોરેજ પ્રકારની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ વેક્સિનનો જથ્થાના કુલ ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. રાજ્યને અત્યાર સુધીમાં 5.41 હજાર વેક્સિનના ડોઝ મળી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીરના જંગલમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું


અમદાવાદમાં 23 સ્થળ પર રસીકરણ અભિયાન યોજાશે. સૌથી પહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે આરોગ્ય કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણના કાર્યક્રમનો મુખ્યમંત્રી રૂપાણી અને નાયબમુખ્યમંત્રી અમદાવાદ સિવિલ ખાતેથી શરૂઆત કરાવશે. જ્યારે અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહીને વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત કરાવશે. બીજી તરફ પંચાયતના હેલ્થ કર્મચારીઓ પણ હડતાળ પર છે. તેવામાં આ અભિયાન અંગે પણ કેટલાક પ્રશ્નો ઉઠ્યાં છે. 


શિકારી ખુદ યહા શિકાર હો ગયા! શિકારીને જ ગોળી વાગતા જંગલમાં નિપજ્યું મોત


કોરોના મહામારી સામેના જંગમાં ભારત વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રથમ તબક્કાની શરૂઆત થઇ રહી છે. ગુજરાતે પણ થોડા દિવસ પહેલા ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પુર્ણ કરી લીધું છે. જે પૈકી ચાર લાખથી વધારે હેલ્થવર્કર્સ, 6 લાખથી વધારે ફ્રન્ટલાઇન વર્કર્સ, જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં કુલ 11થી વધારે કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા આપવામાં આવશે. 


તંત્ર હોય તો આવું! માત્ર 6 હજારનો દંડ વસૂલવા 1.20 કરોડનો ધુમાડો કર્યો, DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?


ગુજરાતમાં દરેક ઘરે સર્વેની કામગીરી પણ પુર્ણ થઇ ચુકી છે. જે પૈકી 50 વર્ષથી વધારે વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના  2 લાખ 75 હજાર લોકો જે અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ 16 હજારથી વધારે હેલ્ત વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube