કેનેડામાં જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા થઈ જશે
Study Abroad : કેનેડા જઈને લાખો રૂપિયા ખર્ચવા છતાં તમારા પાસે આ ઉત્તમ તક છે. કેનેડામાં વસવા માટે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે અને ઈનોવેટીવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે જાણી લો તમારે ડોલર કમાવવા શું કરવાની જરૂર છે.
Jobs In Canada : કેનેડા જવુ એ દરેક બીજા ગુજરાતીનું સપનુ હોય છે. એક સમય એવો હતો જ્યારે કેનેડામાં ભારતીયોને ઘી-કેળા હતા, પરંતું હવે સ્થિતિ 360 ડિગ્રી બદલાઈ ગઈ છે. હવે ગુજરાતીઓ લાખો ખર્ચીને કેનેડા જઈ રહ્યા છે, પરંતું તેઓને ત્યાં કામ જ નથી મળી રહ્યું. ખાસ કરીને ભારતીયો જ તેમને છેતરી રહ્યાં છે. અથવા કામ મળે તો ઓછા ડોલરમાં કામ સ્વીકારવું પડે. આવામાં જો તમે કેનેડા જઈને નોકરી કરવા ન માંગતા હોય તો તમે તમારો બિઝનેસ પણ કરી શકો છો. કેનેડામાં અનેક બિઝનેસ ચાલી શકે છે. કેટલાક બિઝનેસ એવા છે જેમાં તમારે રોકાણ કરવાની પણ જરૂર નથી. જો તમે ભારતમાંથી જ કોઈ સ્કીલ શીખીને ત્યા જશો તો તમને આપોઆપ કામ મળી જશે.
તમને ક્યાંય નોકરી શોધવાની જરૂર નહિ પડે
કેનેડામાં વસવા માટે પર્યાપ્ત નાણાં હોવા જોઈએ. જે લોકો નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે અને ઈનોવેટીવ આઈડિયા અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવા લોકો માટે કેનેડા સર્વશ્રેષ્ઠ સ્થાન છે. તમારે ત્યા જતા પહેલા ભારતમાં જ કેટલીક સ્કીલ શીખી લેવી, જેની કેનેડામાં વસતા ભારતીયોમાં બહુ જ ડિમાન્ડ હોય. આ સ્કીલ થકી તમને ક્યાંય નોકરી શોધવાની જરૂર નહિ પડે.
સોમવારે આવી બનશે : અંબાલાલ પટેલે ચેતવીને કહ્યું, ગુજરાતના આ જિલ્લા પર આફત આવશે
મીઠાઈ કે ફરસાણ બનાવીને પણ વેચી શકાય
જ્યા જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ. ગુજરાતીઓ જ્યા પણ વસે તેઓને તે સ્થળે પોતાની ખાણીપીણી અને વસ્તુઓની ડિમાન્ડ રહે છે. જો તમે સારું ગુજરાતી ફૂડ બનાવવાના શોખી હોવ તો તમે તેનો પણ બિઝનેસ કરી શકો છો. અથવા તો બ્યૂટી પાર્લર, સ્કીન ટ્રીટમેન્ટ, નેલ પિયર્સિંગ, હેર સ્ટાઈલિસ્ટ, ડેકોરેશન, ડ્રેસ ડિઝાઈનિંગ આ બધુ જ તમે અહીથી શીખીને કેનેડામાં ટ્રાય કરી શકો છો. આ ઉપરાંત મીઠાઈ કે ફરસાણ બનાવીને પણ વેચી શકાય છે. આવી તો અઢળક સ્કીલ છે જેમાં મહારત હાંસિલ કરીને કેનેડામાં તમે તમારું સ્ટાર્ટઅપ ઉભુ કરી શકો છો.
સુરત પોલીસની આ કામગીરી માટે તાળીઓનું સન્માન પણ ઓછું પડશે, રસ્તે ભટકતા માજીને ‘ઘર’ આપ્યું
સ્ટાર્ટ અપ વિઝા પ્રોગ્રામનો લાભ લઈ શકો છો
આ ઉપરાંત કેનેડા સ્ટાર્ટઅપમાં પણ પ્રોત્સાહન આપે છે. કેનેડાના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામ ઈમિગ્રેન્ટ્સને શાનદાર તક પ્રદાન કરે છે. જે તમને પરેમેનેન્ટ રેસિડેન્સી, કેનેડિયન માર્કેટ અને વિસ્તૃત નેટવર્ક સુધી પહોંચવામાં મદદ કરે છે તથા ફેમસ ઓર્ગેનાઈઝેશનનો સપોર્ટ મળે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે સપોર્ટીવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રદાન કરે છે. જો તમે પણ કેનેડામાં બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે સ્ટાર્ટ અપ વિઝા પ્રોગ્રામનો લાભ લઈ શકો છો. આજે અનેક ગુજરાતીઓ અને ભારતીયો કેનેડામાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને સફળ આંત્રપ્રિન્યોર્સ બન્યા છે. કેનેડા બિઝનેસ કરવા માટે તમારા પાસે ત્યાંના ઓર્ગેનાઈઝેશનનો પત્ર હોવો જોઈએ.
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે
આંત્રપ્રિન્યોર્સને અનેક લાભ આપે છે
જે લોકો કેનેડામાં બિઝનેસ કરવા માંગે તેઓએ ઓર્ગેનાઈઝેશનમાં અરજી કરવાની હોય છે. પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા વિશે માહિતી આપવાની હોય છે. જેમાં તમામ પ્રકારની માહિતી શેર કરવાની હોય છે. જો તમારો આઈડિયા તેમને ગમી ગયો તો કેનેડાની SUV તમને બિઝનેસ કરવાની પરમિશન આપે છે. તે નવા આંત્રપ્રિન્યોર્સને અનેક લાભ આપે છે. કેનેડામાં સ્ટાર્ટ અપ વિઝા પ્રોગ્રામ પણ બેસ્ટ વિકલ્પ બની રહ્યું છે. જેના માટે કેનેડામાં ઢગલાબંધ રિસોર્સિસ ઉપલબ્ધ છે, જેની મદદથી તમને અનેક લાભ થઈ શકે છે.
અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર
આગામી 5 વર્ષમાં ગાયબ થઈ જશે આ નોકરીઓ, ગુજરાત સરકારે રોજગારી પર મોટો પ્લાન બનાવ્યો