અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત રાજ્યના 10માં ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. 2019નાં ખેલ મહાકુંભમાં અત્યાર સુધી સૌથી વધુ 46 લાખ જેટલા ખેલાડીઓએ રાજ્યભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ 2010થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલ ખેલ મહાકુંભનો આજે 10મો ખેલ મહાકુંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને ઉતર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. મંત્રી કિરણ રિજીજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ કરાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019નાં 10માં ખેલમહાકુંભ માં આ વર્ષે સૌથી વધુ  46 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવીને વિક્રમ સર્જ્યો છે. ખેલ મહાકુંભમાં વોલીબોલ, ફુટબોલ, બેડમિન્ટન, બોક્સીગ, દોડ, ટેબલ ટેનિસ, શુટિંગ, ખોખો, કબડ્ડી જેવી રમતોને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પારંગત થાય તે હેતુ થી આ મહાકુંભ અવિરત રીતે યોજવામાં આવી રહ્યો છે.


  • 2014 - 28.55 ખેલાડીઓ

  • 2015 - 24.64 ખેલાડીઓ

  • 2016- 30.64 ખેલાડીઓ

  • 2017- 31.28 ખેલાડીઓ

  • 2018- 35.44 ખેલાડીઓ

  • 2019- 46.89 ખેલાડીઓ


આ વર્ષનાં અંતે જ ગુજરાતનાં કેવડિયા ખાતે રાજ્યનાં બધાં જ ખેલ મંત્રીઓની એક કોંનફરસન યોજાશે તેની પણ જાહેરાત કરી છે. સાથે જ ફિટ ઈન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે પણ અપીલ કરવામાં આવી છે. વિશ્વનાથ આનંદ, મેરીકોમ, ગોપીચંદ, દીપા મલિક, ગગન નારંગ અને એલાવેનિલ વલારીવન જેવા ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. 


ગીર-ગઢડા : દ્વોણેશ્વર અને મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા


સાથે જ આજે દેશમાં 30થી35 ટકા બાળકો કૂપોષિત છે. જે આંકડો ઘટાડીને રમત અને કસરતો દ્વારા દેશ અને રાજ્યને ફિટ બનાવવાની વાત ઉતર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ચાલુ વર્ષે 46 લાખથી વધુ રમતવીરોએ અલગ અલગ રમતો માટે નોંધણી કરાવી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈ 60 વર્ષ સુધીના રમતવીરો ભાગ લેતા હોય છે.


જુઓ LIVE TV :