ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોલેજ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી આજે એમ.જે. કોમર્સ કોલેજમાં ચોરી કરતો ઝડપાયો છે.
અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી આજે એમ.જે. કોમર્સ કોલેજમાં ચોરી કરતો ઝડપાયો છે. તેને લઇ જીતુ વાઘાણી જણાવ્યું કે, મારો દિકરાએ ચોરી કરી છે અને મારા દિકરાને પણ કાયદો લાગુ પડશે. તેના વિરૂદ્ધ પરીક્ષા સમિતિ જે પણ નક્કી કરશે, તેમના નિર્ણય મુજબ મારા દિકરાને પણ કાયદાકીય સજા આપવામાં આવશે.
વધુમાં વાંચો: અમદાવાદની જાણીતી RJએ તેના પૂર્વ પતિ વિરૂધ નોંધાવી પોલીસ ફરિયાદ
એમ.કે.બી. યુનિ.ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એમ.જે. કોમર્સ કોલેજમાં સવારે 11:30 કલાકે પરીક્ષા શરૂ થયા બાદ બ્લોક નં.6ના સુપરવાઇઝર વર્ષાબા ગોહિલે રાબેતા મુજબ તમામ પરીક્ષાર્થીને તેમની પાસે કોઇ સાહિત્ય કે કાપલી હોય તો આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ પરીક્ષા શરૂ થયાની 15 મિનિટ બાદ આ સુપરવાઇઝરે એક વિદ્યાર્થીની આન્સર સીટ થોડી ઉપસેલી લગાતા તેની પૂછપરછ કરી તપાસ કરી હતી.