ગૌરવ પટેલ, અમદાવાદ: રાજ્યનાં શિક્ષણ વિભાગનો નવો ફતવો સામે આવ્યો છે. જેમાં સ્કુલ સેફટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં શિક્ષકોને રૂ.20નાં સ્ટેમ્પ પર સોગંધનામું રજુ કરવા આદેશ કરાયો છે. રાજ્યની તમામ ખાનગી-પ્રાથમિક શાળા શિક્ષકોને આદેશ કરાયો છે. જેમાં શિક્ષકો કોઇપણ જાતનાં ગુનામાં દોષિત નથી તેવું  તેમણે સોગંધનામું કરવું પડશે. સાથે જ ખોટું સોગંધનામું કરનાર સામે પગલાં લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ફતવાનાં ભાગરૂપે થયેલા પરિપત્ર મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. જેમાં કોંગ્રેસનાં પ્રવકતા મનીષ દોશીએ નિવેદન આપ્યુ હતુ કે 'સરકારનાં શિક્ષણ વિભાગનાં નિર્ણયને આવકારી હતી.

#MeToo અભિયાન પર હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?


ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસે સોગંધનામા કરાવાના પરિપત્રને કોંગ્રેસે શિક્ષકોના સ્વમાન પર ઘા સમાન ગણાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે સ્કુલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોને ટાર્ગેટ કરી રહી છે. મા-બાપ વિશ્વાસ સાથે બાળકોને શાળાએ મોકલે છે. શાળામાં વિદ્યાર્થીનીનું શિક્ષક દ્વારા થયેલા શારિરિક શોષણના એક કે બે કિસ્સામાં કારણે સમગ્ર શિક્ષક વર્ગ પર આ ફતવો ના કરવો જોઇએ. જો સોંગધનામું કરાવવું હોય તો ભાજપાના હોદ્દેદારો મંત્રીઓ અને પદાધિકારીઓ પાસે કરાવવુ જોઇએ જેથી નલિયાકાંડ અને ભાનુશાળી સહિતના કિસ્સા ન બને. 


આ પરિપત્ર શિક્ષકોના સ્વમાન પર ઠેસ સમાન છે. 
સરકારે પોતાની નીતિ અને નિયત સાફ રાખવી જોઈએ. નોંધનીય છે કે સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે 
રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ જાતીય ગુના, પોકસો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુનાઓમાં દોષિત નથી તેવું 20 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને ખોટું સોગંદનામું કરનાર સામે પગલાં લેવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.