રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ત્રિ-દિવસીય 50માં યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષને આડે હાથ લીધા હતા. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ખૂબ જ સારું શિક્ષણ મળે છે. ગુજરાતની 40 હજાર સરકારી શાળાઓમાં 55 લાખ બાળકો મફત શિક્ષણ લઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સરકારી શાળામાં પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓનો પ્રવેશ વધ્યો છે. રાજ્યમાં હવે 40 હજાર સરકારી શાળાઓમાં 55 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે, 15 લાખ વિદ્યાર્થી ખાનગી સ્કૂલોમાં ભણે છે. ગુજરાતનું શિક્ષણ ખૂબ જ સારૂ છે. વિદેશી વિધાર્થી પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવે છે. ફોરેન્સિક સાયન્સ કોલેજમાં વિદેશી વિદ્યાર્થી ભણે છે. ફોરેન્સિક સાયન્સ કોલેજમાં એક સાથે 100-100 વિધાર્થીઓને અભ્યાસ કરાવાય છે. ગુજરાતનું શિક્ષણ સારૂ છે માટે વિદેશથી વિધાર્થીઓ આવે છે.


જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 40 હજાર સરકારી તેમાં 32 હજાર પ્રાઈમેરી ગ્રાન્ટવાળી સંપૂર્ણ સરકારી અને 8 હજાર ગ્રાન્ટેડ સ્કૂલો છે. તેમાં 55 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે, હે કોલેજોમાં છોકરા-છોકરીઓ ભણે છે એ અમારી સરકારી પ્રાઈમરી ફેક્ટરી છે. આજે પણ સરકારી સ્કૂલમાં ભણીને કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા પર છે.


નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિ-દિવસીય 50માં યુવક મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં અલગ અલગ 35 સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે 58 કોલેજના 1300 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ સ્પર્ધાઓ થકી સૌરાષ્ટ્રના સાહિત્ય, કલા અને સંસ્કૃતિની થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube