રેરાના ચેરમેન તરીકે પૂર્વ IAS અધિકારી અનિતા કરવાલની નિમણૂંક, રાજ્ય સરકારે કરી જાહેરાત
ગુજરાત સરકારે રેરાના ચેરમેનની ખાલી પડેલી જગ્યા પર પૂર્વ સદની અધિકારી અનિતા કરવાલની નિમણૂંક કરી છે.
ગાંધીનગરઃ ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી અનિતા કરવાલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. અનિતા કરવાલને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Rera) ના ચેરમેન બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે રેરાના ચેરમેન તરીકે અમરજીત સિંહનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ જગ્યા ખાલી હતી. હવે ગુજરાત સરકારે પૂર્વ આઈએએસ અધિકારીને મહત્વની જવાબદારી સોંપી છે.
કોણ છે અનિતા કરવાલ
અનિતા કરવાલ ગુજરાત કેડર (1988) ના આઈએએસ અધિકારી છે. અનિતા કરવાલ મૂળ ચંદીગઢના છે. અનિતા કરવાલ ડેપ્યુટેશન પણ દિલ્હીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. ત્યારબાદ નિવૃત્ત થયા અને હવે ગુજરાત સરકારે તેમને મોટી જવાબદારી સોંપી છે. અનિતા કરવાલ અર્બન ડેવલોપમેન્ટ, સ્પીપા સહિત અનેક જગ્યાએ મહત્વની ફરજ બજાવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube