ગાંધીનગરઃ રાજ્ય સરકારે તમામ મહાનગર પાલિકાઓના કોર્પોરેટરોના પગારમાં વધારો કર્યો છે. આ સાથે જ મહાનગરોના કોર્પોરેટરોના પગાર મહિને 3 હજારથી વધીને સાત હજાર થઈ ગયા છે. જ્યારે જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોનો પગાર વધીને સાત હજાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓના મ્યુનિસિપલ કોર્પોરેટરોના માસિક વેતન તેમજ અન્ય ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 1 એપ્રિલ 2018થી લાગુ પડશે. નવા વધારા પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોને માસિક 12000 વેતન, તેમજ દર મિટિંગના 500 રૂપિયા, ટેલિફોન એલાઉન્સ માસિક 1000 રૂપિયા તથા સ્ટેશનરી એલાઉન્સ દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. 


આ સાથે જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક 7000 રૂપિયા માનદ વેતન તથા દર મિટિંગ દીઠ 500 રૂપિયા ભથ્થુ, મહિને 1000 રૂપિયા ટેલિફોન ભથ્થુ અને મહિને 1500 રૂપિયા સ્ટેશનરી ભથ્થુ આપવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક 3000 માનદ વેતન મળતું હતું. તેમજ બેઠક દીઠ ભથ્થું 250, માસિક ટેલિફોન ભથ્થું 750 અને સ્ટેશનરી ભથ્થું 500 મળતું હતું.