ગાંધીનગર: રાજ્યની રૂપાણી સરકારે ગુજરાતના વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019માં વધારાને કારણે રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ રૂપાણીએ કરેલી જાહેરાત


  • લાઇસન્સ, આર સી બુક, પીયૂસી, વીમો જેવા દસ્તાવેજો મામલે પહેલીવારનો દંડ રૂપિયા 500 યથાવત રાખવામાં આવ્યો છે. 

  • બીજી વારના દંડમાં રૂપિયા 1500ના બદલે  1000 લાગશે

  • અડચણ રૂપ પાર્કિગ, કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવામાં પણ આ જ પ્રકારે દંડ લાગુ થશે.

  • હેલ્મેટ ન પહેરવા સામે રૂપિયા 1000ના દંડની જોગવાઈ સામે રાજ્ય સરકારે રૂ. 500 નો દંડ નક્કી કર્યા

  • સીટ બેલ્ટ ન બાંધવા વાળાને પણ રૂપિયા 1000ના બદલે રૂપિયા 500નો દંડ થશે 

  • ટ્રિપલ સવારી કરનાર ને રૂપિયા 1000ના બદલે ફક્ત 100 રૂપિયા દંડ રહેશે

  • વધુ ઝડપે વાહન ચલાવનાર સામે રૂપિયા 2000ના બદલે રૂપિયા 1500 દંડ લાગશે

  • દારૂ પીને વાહન ચલાવનાર સામે રૂ. 10 હાજર દંડ યથાવત રહેશે અને તેમની સામે કાયદાકીય કેસ પણ થશે


જુઓ LIVE TV :