ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘આત્મનિર્ભર ભારત’નો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવામાં રાજ્ય સરકારે વધુ એક કદમ માતબર મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. દ્વારા ભર્યુ છે.
 
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. ૧૩/૦૨/૨૦૨૩થી ૨૭/૦૩/૨૦૨૩ દરમ્યાન પૂર્ણ થયા છે અને કુલ પ૯ જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૯૦,૬૬૫ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. 


આ પણ વાંચોઃ પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું, બોર્ડના અધ્યક્ષ એ.જે શાહનું નિવેદન


એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી ૬૫,૪૩૧ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં MoU થયા છે તેમા કેમિકલ ક્ષેત્રે ૪૦ હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે ૬ હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે. 


‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા.ર૭મી માર્ચે એક જ દિવસમાં ૩ MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા. 


ઉદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ ૩ MoU દ્વારા રાજ્યમાં રૂ. ૧૧,ર૯૧ કરોડનું સૂચિત રોકાણ આવશે અને ૧૦,૬૦૦ જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MoU અન્વયે ફાર્માસ્યુટિકલ્સ અને સોડાએશ ઉદ્યોગોમાં રોકાણો આવશે. 
        
MoU કરનારા ઉદ્યોગોમાં બે ભારતીય કંપની અને એક જાપાનિઝ કંપનીએ અનુક્રમે નખત્રાણા, વાલિયા અને સાણંદ ખાતે પોતાના ઉત્પાદન એકમો શરૂ કરવામાં રસ દાખવ્યો છે.  આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ આ પહેલા MoU કરેલા છે.


આ પણ વાંચોઃ ગુજરાત પર આગામી બે દિવસમાં ફરી મુસીબત ત્રાટકશે, આ શહેરોમાં વરસાદ કહેર બની તૂટી પડશે
         
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી  તથા મંત્રી ઓ સમક્ષ આપ-લે કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube