રાજ્ય સરકાર મગફળી ખરીદી માટે 1 ઓક્ટોબરથી શરૂ કરશે રજીસ્ટ્રેશન
ગુજરાતમાં 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ખરીદીની તૈયારીઓ કરવા માટે રાજ્ય સરકાર તરફથી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા નિગમે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત પોતાના ગામમાં જ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ગ્રામ પંચાયત કચેરીથી નોંધણી કરાવી શકશે.
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં 1 ઓક્ટોબરથી સરકાર(Government) દ્વારા મગફળી(Peanuts) ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ખરીદીની તૈયારીઓ કરવા માટે રાજ્ય સરકાર તરફથી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા નિગમે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત પોતાના ગામમાં જ રજીસ્ટ્રેશન(Registration) કરાવી શકાશે. ગ્રામ પંચાયત કચેરીથી નોંધણી કરાવી શકશે.
મગફળી ખરીદી અંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ચેરમેન રાજેશ પાઠકે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંગે ખરીદ કેન્દ્રો પર પણ 5 ટીમ હાજર રહેશે. જ્યારે કર્મચારીઓની અછત નિવારવા કૃષિ વિભાગની મદદ લેવાશે. ગ્રેડીંગ માટે પણ આ વર્ષે બીએસસી એગ્રીકલ્ચર કરેલા લોકોને રાખવામાં આવશે. તથા તમામ ખરીદ કેંદ્રો પર સીસીટીવી કેમેરા રાખવામાં આવશે.
હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરી, જુઓ લેટેસ્ટ અપડેટ
તમામ કેંદ્રો પર સુરક્ષા માટે નિર્ણય
મહત્વનું છે કે, અગાઉ પણ મગફળી અંગે વિવાદો થતા રાજ્ય સરકારે મગફળી ખરીદી માટે સુરક્ષા માટે મહત્વના નિર્ણયો લીધા છે. જીઆઈએસેફ અથવા પૂર્વ સૈનિકોને તૈનાત કરવામાં આવશે. કોઇ ખેડૂતો ખરીદી પ્રક્રિયાથી દૂર ન રહે તે અંગેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર થી શુક્રવાર રેગ્યુલર મેસેજના આધારે ખરીદી કરવામાં આવશે. મહત્વનું છે, કે ગોડાઉન પર પણ ગ્રેડર રહેશે જે ચોકસાઈ કરશે ત્યાર બાદ એજ માલ હશે તે ચકાસી ગોડાઉનમાં મોકલવામાં આવશે.
જુઓ LIVE TV :