ગુજરાતમાં પ્રથમવાર ઘઉંની સાથે આ ઉનાળુ પાકોની થશે ખરીદી, રાજ્ય સરકારે આ કારણે લીધો નિર્ણય
ગુજરાત સરકાર 1 માર્ચ એટલે આજથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. આજથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. 31 માર્ચ સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર વાર ખેડૂતોના હિતમાં ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. રાજય સરકાર ઘઉં, જુવાર, બાજરી, રાગી અને મકાઇ ધાન્યની ટેકાના ભાવે ખરીદી કરશે.
ગુજરાત સરકાર 1 માર્ચ એટલે આજથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. આજથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. 31 માર્ચ સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 1 એપ્રિલથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જે ધાન્ય પાકોના ટેકાના ભાવો પણ જાહેર કર્યા છે. જે મુજબ ઘઉંના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,125 રૂપિયા, બાજરીના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,350 રૂપિયા, હાઈબ્રીડ જુવારના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,970 રૂપિયા, માલડંડી જુવારના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2,990 રૂપિયા. રાગીના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 3,578 રૂપિયા, મકાઈના પાકનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 1962 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે.