ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દારૂ બંધીના ધજાગરા! હવે ગલ્લામાં દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્


NEET UG-2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.


ભારે બફારા બાદ વડોદરામાં ધોધમાર વરસાદ, પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીનો છેદ..


આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. 


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમા કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી


આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. 


ક્રિકેટની ફાઈનલમાં છરીઓ ઘા થયા! માથામાં બેટ મારી યુવકનું માથું ફોડ્યું, અંતે મોત