તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લાના ઊંઝામાં જીએસટી વિભાગનો સપાટો બોલાવામાં આવ્યો હતો. ઊંઝા માર્કેટ યાર્ડના મોટા મોટા વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટના ત્યાં જીએસટી વિભાગની રેડ પડી હતી. આજે કરવામાં આવેલી જીએટી વિભાગની રેડમાં અમદાવાદના 2 જ્યારે ઊંઝામાં 37 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જી.એસ.ટીના કાર્યવાહીની ટેક્સ ચોરી કરનાર વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો ફફડાટ વ્યાપી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ અમદાવાદમાંથી જીએસટી અઘિકારીઓ દ્વારા ટ્રક ઝડપાઇ હતી. જે અનુસંધાને સ્ટેટ જીએસટી વિભાગે ઝીણવટ ભર્યું સંશોધન કરીને સોમવારે ઊંઝા અને અમદાવાદમાં જીએસટી કરની ચોરી કરતા વેપારીઓને ત્યાં અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતા. સાથે ટ્રાન્સપોર્ટ વિભાગના વેપારીઓને ત્યાં પણ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જણાવામાં આવેલી માહિતી અનુસરા જે સ્થળેથી કરચોરી ઝડપી લેવામાં આવશે તે લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.


લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર



સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા અમદાવાદ અને મહેસાણા ઊંઝામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં આશરે 37 જગ્યાઓ પર જીએસટી વિભાગના અધિકારીઓએ સપાટો બોલાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કર તોરી સામે આવી હોય તેવી શક્યતાઓ છે. જ્યારે અમદાવાદમાં પણ બે સ્થળોએ જીએસટી વિભાગે સપાટો બોલાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.