સ્ટેટ જીએસટીની ટીમએ ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ
સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરના બે લોકોની આજે ધરપકડ કરતા કરોડોની કરચોરી અને કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધી આવા આનેક કૌભાંડો કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ઘુંબો મારવામાં આવ્યો છે અને તેનું પગેરું ભાવનગરમાં નીકળેલું છે.
વિપુલ બારડ/ભાવનગર: સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરના બે લોકોની આજે ધરપકડ કરતા કરોડોની કરચોરી અને કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધી આવા આનેક કૌભાંડો કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ઘુંબો મારવામાં આવ્યો છે અને તેનું પગેરું ભાવનગરમાં નીકળેલું છે.
આજે ભાવનગર સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલતા જીએસટીના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. અને આ સમગ્ર પ્રકરણમાં ભાવનગરના અને સિહોરના વળાવડ ગામના બે ઈસમોમાં મુનાફ હબીબાણી અને ભાનુંસીગ ખીમસુરીયા નામના સખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ: આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમાં કરાઇ ઘાતકી હત્યા
આ બન્ને શખ્સો દ્વારા સ્ટેસ જીએસટીમાં 60 કરોડ 48 લાખના બોગસ બીલો બનાવી અને 10 કરોડ 48 લાખની કરચોરી કરી સરકારને ધુબો લગાવી આર્થિક નુકશાન પહોચાડેલ પરંતુ જીએસટી અધિકારીઓની સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડ સામે આવતા આ બન્ને સખ્સોને ઝડપી લઈ આજે સિહોર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અને રિમાન્ડ માગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા બન્ને સખ્સોને તા.22.7.19 સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ થયો હતો.
ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી
જુઓ LIVE TV
આ સમગ્ર મામલો હજુ પાશેરા માં પૂણી જેવો છે. સમગ્ર રાજ્યમાં જીએસટીના અબજો રૂપિયાના કૌભાંડોથી રહ્યા છે. બોગસ બિલીંગનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે આવા મામલામાં ક્યાંકને ક્યાંક તંત્ર પણ ઉણું ઉતરી રહ્યું છે. આ સમગ્ર મામલામાં મૂળ સુધી પહોચવામાં આવે તો મોટા માથાઓના નામ સામે આવવાની શક્યતાઓને નકારી ના શકાય, અત્રે ઉલ્લેખનીય છે આ પહેલા પણ સમગ્ર ગુજરાતમાં બોગસ બિલીંગના પ્રકરણના મૂળ ભાવનગર સુધી નીકળેલા છે.