રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગળાનું કેન્સર, હાલ તબિયત સારી
HCG હોસ્પિટલ દ્વારા જાહેર કરાયું હેલ્થ બુલેટિન, પ્રદીપસિંહને ગળાનું કેન્સર હતું અને તેનું ઓપેરશન કરીને હાલ ત્રણ દિવસ સુધી આઈસીયુમાં દેખરેખમાં રાખવામાં આવશે
અમદાવાદઃ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગઈકાલે એસજી હાઈવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા ડાયાબિટીસના પણ દર્દી છે. આથી, સુગર પર નિયંત્રણ મેળવી લેવાયા બાદ સોમવારે રાત્રે તેમના પર એક સર્જરી હાથ ધરવામાં આવી હતી અને મંગળવારે મોડી સાંજે હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું.
એસજી હાઈવે પર આવેલી ખાનગી એચસીજી હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, પ્રદિપસિંહના ગળાના ભાગની સર્જરી હાથ ધરાઈ હતી. તેમને ગળાનું કેન્સર હતું. હાલ કેન્સરગ્રસ્ત ભાગ દૂર કરીને વધુ રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. 10 દિવસ પછી રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો જાણવા મળશે.
HCG કેન્સર હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા સાંજે 5 કલાકે તેમના સ્વાસ્થ્ય અંગે મેડીકલ બુલેટિન જાહેર કરાયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, ઓપરેશન બાદ હાલ તેમની તિબયત સારી છે. તેમના ગળામાં જે કેન્સરગ્રસ્ત ભાગ હતો તેને દૂર કરી દેવાયો છે અને અત્યારે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. તેમને ત્રણ દિવસ સુધી ICUમાં રાખવામાં આવશે અને ત્યાર બાદ તેમની તબિયતના સુધારો જોઈને આગળની સારવારનો નિર્ણય લેવાશે. હવે પછીનું હેલ્થ બુલેટિન આવતીકાલે એટલે કે બુધવારે સાંજે 5.00 કલાક બહાર પડાશે.
[[{"fid":"191619","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઓપરેશન બાદ પ્રદીપસિંહ ઘણી જ ઝડપથી રિકવરી મેળવી રહ્યા છે. હાલ તેઓ તેમના રૂમમાં જાતે જ હરી-ફરી રહ્યા છે અને સામાન્ય વાતચીત પણ કરી રહ્યા છે. તેમને કેવા પ્રકારનું કેન્સર છે અને કેટલા સ્ટેજ પર પહોંચ્યું છે તે 10 દિવસ બાદ પેથોલોજીના રિપોર્ટમાંથી જાણવા મળશે.
પ્રદિપ સિંહ પીઢ રાજકારણી હોવાથી આજે સવારથી તેમના મતવિસ્તારના લોકો, ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો અને કૌટુંબિક સગાવહાલાંઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઊમટી પડ્યા હતા. તમામ લોકોએ તેમના ઝડપથી સાજા થવા અંગે પ્રાર્થના કરી હતી.