રાજ્યની સૌથી મોટી મનપાના નગરસેવકોને જનતાની ચિંતા જ નથી! કિંમતી મતની ઉડાવી મઝાક
અહીં બજેટની ચર્ચા દરમિયાન ભેગા થયેલા મહિલાઓ સહિતના કેટલાક સભ્યો આંખો ચોળતા, ઝોખા ખાતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, કેટલાક તો રીતસરના ઊંઘ માણતા જોવા મળ્યા હતા. ચૂંટાયેલા સભ્યોના આ વર્તનથી તેમની ગંભીરતા સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યની સૌથી મોટી મનપાની બે દિવસીય બજેટ બેઠકમાં ગંભીર દ્રશ્યો જોવા મળ્યા હતા. બજેટની ચર્ચા દરમ્યાન કેટલાય સભ્યો બેદરકાર જોવા મળ્યા હતા. અહીં જમ્યા બાદના સેશનમાં કેટલાય ભાજપી સભ્યો ઝોંકા ખાતા અને રીતસરના સુતા ઝડપાયા હતા. વીએસ હોસ્પિટલ અને amts બજેટની ચર્ચા દરમ્યાન ચૂંટાયેલા પ્રતિનિધિઓની બજેટ ચર્ચા અંગે નીરસતા જોવા મળી હતી.
અહીં બજેટની ચર્ચા દરમિયાન ભેગા થયેલા મહિલાઓ સહિતના કેટલાક સભ્યો આંખો ચોળતા, ઝોખા ખાતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, કેટલાક તો રીતસરના ઊંઘ માણતા જોવા મળ્યા હતા. ચૂંટાયેલા સભ્યોના આ વર્તનથી તેમની ગંભીરતા સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. હાલ આ દ્રશ્યો જોઈને લોકમુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે કરોડો રૂપિયાના બજેટની ચર્ચા થતી હોય ત્યારે આવું વર્તન કેટલું યોગ્ય? ભૂતકાળમાં પણ આજ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા ત્યારે ભાજપ શહેર પ્રમુખને amcમાં આવવું પડ્યું હતું.
રાજ્યની સૌથી મોટી મનપાના નગરસેવકોને જનતાની ચિંતા જ ના હોય તેવા દ્રશ્યો ચર્ચાનો વિષ બન્યા છે. જનતાના કિંમતી મતનો અહીં નેતાઓ રીતસરની મઝાક ઉડાવી હતી. AMCના મહત્વના બજેટ સત્રમાં નગરસેવકોએ મીઠી નિદ્રાં માણી હતી. બજેટની મહત્વની ચર્ચા દરમિયાન સભ્યો ઊંઘતા ઝડપાયા હતા. ભોજન બાદ ભાજપના સભ્યો, મહિલાઓ સહિત સભ્યોએ રીતસર ઊંઘની મજા માણી હતી. ચૂંટાયેલા સભ્યોએ જનતાના કિંમતી મતનો મજાક ઊડાવીને લીરેલીરા ઉડાવ્યા હતા.
સભ્યોના આ વર્તનથી ગંભીરતા અંગે અનેક સવાલો ઊઠ્યા હતા. તમને જણાવી દઈએ કે AMC દ્વારા બે દિવસીય બજેટ બેઠકનું ખાસ આયોજન કરાયું હતું. જેમાં બજેટ વિષયક અનેક ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ અહીં તો કોઈને રસ જ ના હોય તેમ VS હોસ્પિટલ અને AMTSની ચર્ચા દરમિયાન નરીસતા આંખે વળગી હતી.