ઝી બ્યુરો/અમદાવાદ: અદાણી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આખા ગુજરાતમાંથી યુવાઓની પ્રતિમા ઉજાગર કરતી સ્ટેટ લેવલની બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80થી પણ વધુ ટીમોએ આ ટૂર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જેમાં 400થી પણ વધારે યુવા પ્રતિભાઓએ પોતાની રમતને પ્રદર્શિત કરી હતી. જે ખુબ જ દાર્શનિક અને કઠોર મહેનતનું કાર્ય હતું. જેમાં અંડર 12 ગર્લ્સમાં કે જેઓ સૌથી નાની વયની યુવા ટીમમાંથી જીલ અભય દવે અને તેમની ટીમે ઉત્ત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ અને ટ્રોફી પોતાના નામે કર્યા હતા.



બીજી અલગ અલગ ટીમોએ અદાણી A આધ્યા સ્પોર્ટ્સ એકેડમી, ટીમ 450 જેવી અનેક ટીમોએ પણ ટ્રોફી અને મેડલ પોતાના નામે કર્યા હતા.