* દરજી કામના બહાને ચલાવવામાં આવી રહ્યું હતું 2 માળનું જુગારધામ
* જુગારીઓ માટે એસી, પાણી અને નાસ્તા જેવી સગવડ કરાય હતી
* પોલીસને ગંધ ન આવે તે માટે દુકાનનું શટર બહારથી બંધ કરાયું હતું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે ફરી એકવાર શકુનીઓ સક્રિય થઇ રહ્યા છે. સુરત પોલીસ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સુરત પોલીસે એક મોટા જુગારધામ પર દરોડો પાડીને 99 શકુનીઓને ઝડપી લીધા છે. સુરત પોલીસને પુર્વથી જ મળેલી બાતમીના આધારે તુલસી ફળિયાનાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. સંપુર્ણ પોલીસ વ્યવસ્થા સાથે પડાયેલા દરોડામાં 100 જેટલા જુગારીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.


Covid 19 માં મૃત્યુ પામનારા નાગરિકોને વળતર ચુકવવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના તુલસી ફળિયામાં મકાન ભાડે રાખીને જુગાર રમાડવામાં આવતો હતો. અહીં દરોડો પાડીને 100 જેટલા જુગારીઓને ઝડપી લેવાયા છે. આ જુગારધામ નામચીન આસિફ ગાંડા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે આ દરોડામાં આસિફ ગાડો જ ફરાર થવામાં સફળ રહ્યો હતો.


કોરોના શેનાથી ફેલાય તે જ નક્કી નથી તો તંત્ર ગલ્લા ધારકોને જ શા માટે દંડે છે?

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 100 થી વધારે જુગારીઓ ઝડપાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યા છે. સિલાઇ મશીનની કામગીરીની આડમાં જુગારધામ ચાલતું હતું. આસીફ ગાંડા નામના વ્યક્તિ એસી જુગારધામ ચાલુ કર્યું હતું. અહીં કોઇ પણ પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સ વગર જુગાર રમતા શકુનીઓ ઝડપાયા છે. પોલીસે પણ દબંગ સ્ટાઇલમાં શટર તોડીને એન્ટ્રી કરી હતી. શટર તુટતા જ જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મોટી સંખ્યામાં જુગારી હોવાનાં કારણે ઉપરાંત વિસ્તારની સેન્સિટિવીટીને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube