અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના દિયોદરના ધનકવાડા ગામેથી કાંકરેજના ઓગડનાથ ધામ સુધી 18 કિલોમીટર લાંબી સર્વ સમાજ એકતા બાઈક યાત્રા કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના યુવાનો જોડાયા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આવનારી વિધાનસભાની ચુંટણીઆ કોંગ્રેસ પક્ષને વોટ આપવાની અપીલ કરાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ અનેક સમાજના મતદારોને પોતાની તરફ આકર્ષવા રાજકીય પક્ષોએ સામાજિક સંમેલનો અને સામાજિક એકતા યાત્રાઓનો પ્રારંભ કર્યો છે. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાસકાંઠાના દિયોદરના ધનકવાડા ગામના હિંગળાજ માતાજીના મંદિર ખાતે કોંગ્રેસની સર્વ સમાજ એકતા યાત્રા માટેની સભા યોજાઈ હતી. 



દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપે આજદીન સુધી માત્ર ખોટા વાયદાઓ કર્યા છે અને વોટ લીધા છે. ભાજપે કોઈ સમાજને આજીવન કામ આવે તેવું કોઈ કામ કર્યું હોય તો અને કરવાનું હોય તો મને બતાવો. હું તમારો ગુલામ થઈ જઈશ અને રાજકારણ છોડી દેવા તૈયાર છું. જો આ રીતે સરકાર સામે આંદોલન થતા રહેશે તો ભાજપને 50 સીટો લાવવી પણ મુશ્કેલ બનશે. 


તો બીજી તરફ શિવા ભુરિયાએ મતદારોને કટાક્ષ કરતા કહ્યું હતું કે, બહાર ગમે તેટલી મોટી મિટિંગો થતી હોય સારી સારી વાતો થતી હોય પણ બુથમાં જ્યારે જાય છે ત્યારે ભાજપને જ મત આપતા હોય છે પણ આ વખતે પરિસ્થિતિ બદલાઈ છે. કોંગ્રેસને 125 સીટો આવશે. 


તમને જણાવી દઈએ કે,શિવા ભુરિયા દિયોદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. આજે શિવા ભુરિયાએ દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયા સર્વ સમાજ યુવાન એકતા યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન શિવા ભુરિયાએ એક સભા પણ સંબોધી હતી. ત્યારે તેમણે કહ્યું કે, EVM ફૂટતા નથી, પરંતુ ચૂંટણીમાં છેલ્લે અમારા લોકો જ ફૂટી જાય છે.


જોકે દિયોદરના ધનકવાડામાં દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વ સમાજ એકતા બાઈટ યાત્રાનું ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું. જે યાત્રા 18 કિલોમીટર પરિભ્રમણ કરીને ઓગડધામ પહોંચી હતી. જ્યાં ગિરિરાજસિંહ વાઘેલાએ આ કોઈ તેમનું શક્તિ પ્રદશન નહિ પણ કોંગ્રેસની એકતા યાત્રા ગણાવીને કોંગ્રેસને મદદ કરવા લોકોને અપીલ કરી હતી.