`પાટણ આવીએ તો પટોળાં લીધા વિના પાછું ન જવાય, હું છૂપાઈને આવ્યો છું, પત્નીને ખબર પડે તો પટોળું લઈ જવું પડે`
સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા અને તેમનો રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.
પ્રેમલ ત્રિવેદી/ પાટણ: માતૃતર્પણ તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ પ્રસંગમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો રમૂજ મૂડ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા અને તેમનો રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હર્ષ સંઘવીએ વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કરીને રમૂજી અંદાજમાં કહ્યું કે, પાટણ આવીએ એટલે પટોળાં લીધા પોતાના જિલ્લામાં પાછું ન જઈ શકાય, એટલે હું પણ છૂપાઈને આવ્યો છું... કેમ કે જો મારા પત્નીને ખબર પડી જાય તો તેમના માટે પટોળું લઈ જવું પડે.
Trafficના નિયમો ભંગ કર્યા તો ખેર નથી! રાજકોટ ટ્રાફિક બેડામાં સમાવાયું સૌથી અત્યાધુનિક 'હથિયાર'
આ ઉપરાંત હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃ તર્પણના એક માત્ર સ્થળ તથા રણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.
સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં કચ્છની કોયલ રબારીના કાંઠે લોક ગીતોની સુરાવલી પણ રજૂ કરાઇ હતી. જેના કારણે વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃ તર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.
ધર્માંતરણ- ફંડિગ કેસ: 200 યુવતીઓનું ધર્માંતરણ સહિતના અનેક ખુલાસાથી પોલીસ સ્તબ્ધ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube