Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ઘર્ષણ વધી રહ્યું છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત પાતળી થઈ રહી છે. એક સાંઘે ત્યાં તેર તૂટી જેવી સ્થિતિ છે. આજે અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર કોંગ્રેસના ત્રિરંગામાંથી ભાજપના કેસરી રંગમાં રંગાઈ ગયા છે. કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા અને ભાજપમાં જવા મામલે ધારસભ્ય ગેનીબેન ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠોકારે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓને સ્વાર્થી ગણાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનારા સ્વાર્થી
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું તે, જે લોકોએ કોંગ્રેસ છોડી છે એ એમની વિચારધારા છે. હું એમાં પડવા માંગતી નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદાઓ ઉપર રહ્યા, કોંગ્રેસે તેમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે. સામ,દામ અને દંડ ભેદની રાજનીતિને વશ થઈને જે કોઈ જતું હોય તો એમને ખબર.. 


MLA ગેનીબેન ઠાકોરનો બળાપો
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ બાજુ હાલ પલ્લું ભારે છે એટલે સ્વાર્થી લોકોએ બાજુ જઈ રહ્યા છે. આ બાજુ પલ્લુ ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે. જે લોકોને ધંધા રોજગારોની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસોની બીકો હોય એ લોકો ત્યાં જતા હશે. હું અનેક વખત કહી ચુકી છું કે હું જીવું ત્યાં સુધી ભાજપમાં જવાની નથી અને ભાજપ પાર્ટી સામે ઓશીકું રાખીને પણ સુવાની નથી. હું અત્યારે ધારાસભ્ય છું જો પાર્ટી મને આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ. 


ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ગલબાભાઈ પટેલે કોઈ મોટો બિઝનેસ કર્યો નથી. ડેરીમાં કોઈ એક સમાજના પશુપાલકો નથી. તમામ સમાજના પશુપાલકો મહેનત કરે છે અને એ પ્રમાણે એમને વળતર મળે છે. મતદારો ચૂંટણીમાં તમામ પાસાઓ જોતા હોય છે અને મત આપતા હોય છે.