ઝી બ્યુરો/અમદાવાદ: ઈસ્કોન મંદિર વિવાદમાં દીકરીઓનું બ્રેઈન વોશ કરાતું હોવાના આક્ષેપ સાથે એક પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં દીકરીના પિતાએ ઈસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે અને આની વધુ સુનાવણી 9મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ યુવતીના પિતાનું નિવેદન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસ્કોન સાથે સંકળાયેલા લોકો આવી અનેક યુવતીઓનો કરે છે સંપર્ક
ઈસ્કોન મંદિર વિવાદમાં યુવતીના પિતાએ ગુરુ સુંદરમામા પ્રભુ પર અનેક આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમારી દીકરીને જબરદસ્તી ભગાડી જવામાં આવી છે. ઇસ્કોન સાથે સંકળાયેલા લોકો આવી અનેક યુવતીઓનો સંપર્ક કરે છે. યુવતીના પિતાએ ઉમેર્યું હતું કે અમારી છોકરી આંખ ઊંચી કરીને પણ જોતી નહોતી અને હવે બેફામ નાચે છે. 



યુવતીને ભગાડી ગયા હોવાનો પિતાએ લગાવ્યો આક્ષેપ 
આ ઘટના બાદ જ્યારે અમે પોલીસ સ્ટેશન ગયા તો મેઘાણીનગર પોલીસે પણ ફરિયાદ લીધી નહોતી. મારી દીકરીનું બ્રેન વોશ કરવામાં આવ્યું છે. સવારે બહાર બોલાવી ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ દેશવાની યુવતીને ભગાડી ગયા હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે. ગાઝિયાબાદ જઈને લગ્ન કરી હવે માતા પિતા સાથે વાત ન કરતા દેવાતા હોવાનો પણ પિતાએ આક્ષેપ લગાવ્યો છે. 


કેસની વધુ સુનાવણી 9મી જાન્યુઆરીએ રાખી છે
અરજદારે પોતાની અરજીમાં પુત્રીને જીવનું જોખમ હોવાની અને તેને ગાંજો-ડ્રગ્સ અપાતુ હોવાના ઇસ્કોન મંદિરના પુજારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી 9મી જાન્યુઆરીએ રાખી છે.


કારણદર્શક નોટિસ જારી કરી
હાઇકોર્ટની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ, ઈસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરૃધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે.


ઈસ્કોન મંદિરમાં કરાય છે બ્રેનવોશ 
અરજીમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે, મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે માત-પિતા કરતા પણ ગુરુ મહત્ત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.