રૂપાલાના વ્હારે આવ્યો રાજવી પરિવાર! અપાવી ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહના કિસ્સાની યાદ
Loksabha Election 2024: ચૂંટણી ટાણે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર નું નિવેદન સામે આવ્યું છે.
Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપ માટે પડકારજનક સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત ભાજપાના નેતાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર નું નિવેદન સામે આવ્યું છે.
'એક બાજુ જન શક્તિ છે, તો બીજી બાજુ ધન શક્તિ છે, તમે મારુ મતનું મામેરું ભરજો'
ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી
જ્યાં નેતાઓ એ વિકાસની વાતો કરવી જોઈએ ત્યાં આવી કોઈપણ જાતિ પર અભદ્ર થયેલી ટિપ્પણીને લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જયારે પરષોત્તમ રૂપાલાએ માંગેલી બે વખતની માફી ને પણ ક્ષત્રિય સમાજે ધ્યાન ઉપર લેવા અનુરોધ કર્યો હતો. જોગ સંજોગે થયેલી ટિપ્પણી બાબતે સુખદ અંત આવે તેવી વાત દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા વાત કરાઇ રહી છે. રાજવી પરિવારનું કહેવું છે કે, રજવાડાના સમયમાં મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી, તો ક્ષત્રિય સમાજે પણ પરષોત્તમ રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ અને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ.
લવિંગ, આદુ અને લીંબુથી બનેલું આ પીણું રાત્રે સૂવા સમયે પીવો, વજન ઘટાડવામાં થશે ફાયદો
જોકે ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જે માંગ કરી છે તેને અયોગ્ય એટલા માટે ગણાવી રહ્યા છે. નેતા બીજી જગ્યાએ ઉભા રહીને પણ ચૂંટણી લડી લેશે તે માત્ર એનો ઉપાય નથી પણ સાથે બેસીને નિરાકરણ લાવાની વાત કરી છે.
શું ખરેખર સમાજને આ સમાધાન મંજૂર
ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, ગોંડલમાં રાજપૂત સમાજ સાથે પરસોત્તમ રૂપાલાની સમાધાન માટેની બેઠક થઈ હતી. જોકે, એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છેકે, આ બેઠકમાં મોટેભાગે બધા ભાજપના જ કાર્યકરો અને નેતાઓ હતા. તેથી ભાજપ સાથે જોડાયેલાં ક્ષત્રિય નેતાઓએ આ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો છે. પણ શું ખરેખર સમાજને આ સમાધાન મંજૂર છે આ સવાલ પણ હાલ ચર્ચામાં છે.
ગોળ ગધેડાનો મેળો ગુજરાતભરમાં પ્રખ્યાત; મનપસંદ યુવતીને પામવા યુવકો બને છે 'ગધેડો'
'ભાજપમાં જેટલાં રાજપૂત છે તે રાજપૂત નથી પણ ભાજપૂત થઈ ગયા છે'
જયવીર રાજસિંહએ વધુમાં જણાવ્યું છેકે, ગોંડલમાં સમાધાનનું આયોજન જયરાજસિંહે કરાવ્યું હતું. જયરાજસિંહ રાજપૂત સમાજના આગેવાન છે તેથી હું એમના વિશે કંઈ નેગેટિવ તો નહીં કહું. યુવામાં ભારે રોષ છે. લોકો કહી રહ્યાં છેકે, આ સમાધાન અમને મંજૂર નથી. રાજપૂત સમાજના અન્ય લોકો ત્યાં હજાર નહોતા એ વાત સાચી છે. મેં જેટલાં પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છેકે, એમનું એવું માનવું છેકે, ભારતીય જનતા પાર્ટીમાં જેટલાં પણ રાજપૂત છે તે રાજપૂત નથી રહ્યાં પણ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, પછી સમાજ... એ બાબત સાવ ખોટી છે, એવું ના થવું જોઈએ. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં પણ દેશના તમામ સમાજ માટે પહેલાં સમાજ હોવો જોઈએ પછી રાજકીય પક્ષ આપવવો જોઈએ. રાજકીય પક્ષ તરીકે તમે કોઈપણ નિર્ણય લો એ તમારો હક્ક છે, પણ સમાજનું અપમાન નહીં સાંખી લેવાય.
'રૂપાલા જેવા માણસોથી હું દૂર જ રહેવાનું પસંદ કરીશ'
રાજવી પરિવારના વંશજ એવા જયવીર રાજસિંહે જણાવ્યું છેકે, રૂપાલાને ટિકિટ મળે કે ના મળે, એમની ટિકિટ પાછી ખેંચાય કે ના ખેંચાય, તેમની રાજકીય કારકિર્દી વિશે મને કોઈ રસ નથી. તેનો નિર્ણય રાજકોટની જનતા લેશે. હું મારા સમાજ સાથે છું. આવા લોકોથી હું દૂર રહેવાનું પસંદ કરીશ. દુરથી જય માતાજી કરીને વાત કરીશ, આવા લોકો સાથે વધારે વાત નહીં કરું. કારણકે, તેમણે રાજપૂત સમાજ માટે જેવા ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે તે હરહાલમાં અયોગ્ય જ છે.
રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો શું હતો મુદ્દો?
ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ઉમેદવારોના નામની જાહેરાત સાથે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. એવામાં હાલ સૌથી વધારે ચર્ચામાં છે કેન્દ્રીય મંત્રી, રાજકોટની ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલા. કારણ છે તેમણે કરેલી એક ટિપ્પણી. પરષોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી હતી, ત્યાર બાદ રાજપૂત સમાજ રોષે ભરાયો છે. ત્યાર બાદ ચારેય કોરથી રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં સુધી કે રાજકોટથી રુપાલાની ટિકિટ રદ્દ કરીને ભાજપ બીજા ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહી છે.