મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં (Jamnagar) જીજી હોસ્પિટલમાં (G G Hospital) એટેનડેન્ટ મહિલા કર્મચારીઓના યૌન શોષણના (Sexual Exploitation) મામલે તપાસ કમિટીની ડેન્ટલ કોલેજ (Dental College) ખાતે ચાલી રહેલ પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સતત 6 કલાક સુધી ચાલેલી તપાસ પ્રક્રિયામાં 8 જેટલી પીડિત મહિલાઓના (Victim Woman) નિવેદન લેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ સમિતિના સભ્ય એસડીએમ આસ્થા ડાંગર દ્વારા મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી છે. તમામ પીડિત મહિલાઓના (Victim Woman) વીડિયો રેકોર્ડિંગના માધ્યમથી નિવેદન લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં યૌન શોષણ (Sexual Exploitation) થયું હોવા મામલે એસડીએમ દ્વારા ચુપ્પી સાધવામાં આવી હતી. પીડિત મહિલાઓના નિવેદન લઇ જિલ્લા કલેક્ટરને સમગ્ર અહેવાલ સોંપવામાં આવશે. પીડિતા મહિલાઓ દ્વારા નિવેદનની પ્રક્રિયા અંગે નારાજગી દર્શાવી હતી અને નિવેદનની પ્રક્રિયાથી અસંતુષ્ટો હોવાની વાત સામે આવી છે.


આ પણ વાંચો:- ભાવનગરમાં 2 માસૂમ બાળકો સહિત 8 જનાજા નીકળતા ફરી વળ્યું શોકનું મોજુ


ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા તપાસ સમિતિની કાર્યવાહી અંગે સવાલો ઉભા કર્યા હતા. ડેન્ટલ કોલેજ ખાતે બપોરના ચાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી પીડિત મહિલાઓના નિવેદન લેવામાં આવ્યા હતા. તપાસ સમીતીના નિવેદનની કાર્યવાહી સામે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- કચ્છના સુકાભઠ્ઠ વિસ્તારમાં જળસંચય કરી હરિયાળી પથરાશે, સ્વખર્ચે થઇ રહ્યું આ કામ


સમગ્ર મામલે મહિલા આયોગના દ્વારા તપાસ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી. સમગ્ર ઘટનાને દબાવી દેવાના તંત્ર દ્વારા પ્રયાસ કરાતા હોવાનો આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર દ્વારા આક્ષેપ કરાયો હતો. આવતીકાલથી આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો અને સંગઠનો મેદાનમાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube