નર્મદાઃ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રાત્રે ચાર્જિંગમાં મૂકાયેલી ઇ-રિક્ષામાં મોડી રાતે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં પાર્કિંગમાં મૂકેલી 15 રીક્ષા બળીને ખાખ થઈ ચૂકી છે. આ ઘટનાથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ સદ્નસીબે કોઈ મુસાફર હાજર નહોતો તેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ ઘટનાને લઈને મુસાફરોની સુરક્ષાને લઈને સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહીવટીતંત્ર તરફથી ખુલાસો
ગત મોડી રાત્રે KETO કંપનીની માલિકીની અને સંચાલિત 15 રીક્ષા પાર્કિંગમાં મુકેલી હતી, તે દરમ્યાન અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમ્યાન સદર રીક્ષાઓ ચાર્જીંગ સ્ટેશનથી 30-35 ફુટ દુર પાર્કિંગમાં રાખવામાં આવેલ હતી તે દરમ્યાન આગ લાગી હતી. સ્થળ પર જોતા પણ આ બાબતે સ્પષ્ટ થાય છે એટલે માધ્યમોમાં જે અહેવાલો ચાલી રહ્યા છે કે, ચાર્જીંગમા રહેલે રીક્ષાઓમાં આગ લાગી હતી તે સત્ય નથી.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


સમગ્ર બાબતે KETO કંપનીના પ્રતિનિધીએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ આપેલ છે અને કેવડીયા પોલીસ દ્વારા આગળની વધુ  તપાસ  હાલ ચાલી રહેલ છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ  કરાઇ રહી છે. આ ઉપરાંત KETO કંપનીના તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરાઇ છે.


મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 100 જેટલી પિંક ઇ-રિક્ષાની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે ગઈકાલે રાતે (બુધવાર) આ તમામ ઇ-રિક્ષાને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. ત્યારે એકસાથે અમુક ઈ- રિક્ષાઓમાં અચાનક આગ લાગી ગઈ હતી. માત્ર ગણતરીની મિનિટોમાં જ આગ ફેલાઈ ગઈ હતી અને 20 જેટલી ઇ-રિક્ષા બળીને ખાક થઈ હતી. જો કે, તેમાંથી સદ્નસીબે 5 જેટલી ઇ-રિક્ષા સુરક્ષિત બચી ગઈ હતી.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


મહત્ત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ જો પ્રવાસીઓ હોત અને આવી દુર્ઘટના ઘટે તો ચોક્કસ મોટાપાયે જાનહાનિ થઈ શકે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના બાદ તંત્રની પોલ ખૂલી ગઈ છે.