અમદાવાદ :ફેમસ અમેરિકન મેગેઝીન ટાઈમે 2019માં વિશ્વના મહત્વના સ્થળોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ ગુજરાત માટે સન્માનજનક છે. આ લિસ્ટમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ટાઈમના 100 મહત્વના સ્થળોમા જગ્યા મળવી શાનદાર સમાચાર છે. થોડા દિવસે પહેલા એક જ દિવસમાં 34000 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. ખુશી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. આ ઉપરાંત મુંબઈનું સોહો હાઉસ પણ આ લિસ્ટમાં સ્થાન પામ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે, જે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. 182 મીટર ઊંચી આ સ્ટેચ્યુનું ઉદઘાટન ગત 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. આ પ્રતિમા 2989 કરોડ ખર્ચીને બનાવવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, આ સમાચાર તમને રોમાંચિત કરી દેશે. જણાવતા ખુશી થાય છે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક લેવલ 134.00 મીટર પાર કરી ગઈ છે. ડેમની સાથે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફોટો શેર કરતા તેમણે કહ્યું કે, આશા છે કે તમે તેને જોવા જરૂર જશો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંબંધમાં તેમણે કહ્યું કે, પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝઈને 2019ના પોતાના લિસ્ટમાં 100 સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાં તેને સ્થાન આપ્યું છે. થોડા દિવસો પહેલા જ માત્ર એક જ દિવસમાં અહીં 34 લોકોએ મુલાકાત લીધી હતી. આ વાતની ખુશી થાય છે કે, લોકપ્રિય પર્યટન સ્થળના રૂપમાં તે વિકસીત થયું છે. 


ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ વિશે શું લખ્યું...
ટાઈમ મેગેઝીને ઓફિશીયલ માહિતી આપતા લખ્યું કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, જેને ગત વર્ષે ખુલ્લી મૂકવામાં આવી હતી. 597 ફીટની આ વિરાટકાય પ્રતિમા નર્મદા નદીના એક ટાપુ પર ઉભી છે. આ સ્ટેચ્યુ ભારતના પશ્ચિમી ભારતીય રાજ્ય ગુજરાતમાં એક ડેમ પાસે બનાવાઈ છે. આ પ્રતિમાના છાતીના ભાગમાઁથી પર્વતીય શ્રૃંખલાઓનો મનમોહક નજારો માણી શકાય છે. ટાઈમ મેગેઝીન વધુમાં લખ્યું છે કે, આ પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપે છે, જે 1947માં ભારતના પહેલા ગૃહમંત્રી બન્યા હતા. સરદાર પટેલને રાષ્ટ્રીય એકતાના પ્રતિક તરીકે જોવામાં આવે છે. 


ટાઈમ મેગેઝીન દ્વારા દુનિયાના સૌથી મહત્વના સ્થળોનું મૂલ્યાંકન કેટલાક ફેક્ટર્સના આધારે કરવામાં આવે છે. જેમાં ગુણવત્તા, મૌલિકતા, સ્થિરતા, નવીનતા અને તેનો પ્રભાવ જેવા ફેક્ટર્સ સામેલ છે. 


આ ઉપરાંત ટાઈમની આ યાદીમાં મુંબઈના સોહો હાઉસે પણ સ્થાન મેળવ્યું છે. મુંબઈનું ફેશનેબલ સોહો હાઉસ 11 માળની ઈમારત છે, જ્યાંથી અરબ સાગર નજર આવે છે. તેમાં એક પુસ્તકાલય, 34 સીટનું સિનેમાઘર અને ખુલ્લી ટેરેસ પર બાર અને પુલ બનાવાયેલું છે. આ ઉપરાંત આ લિસ્ટમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિસરની લાલ સાગર પર્વતમાળા, વોશિંગટનનું ન્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીનું ધ શેડ, આઈસલેન્ડનું જિયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટનની સિક્સ સેન્સિસ હોટલ, મારા નોબોઈશો કન્વર્સીનું લેપર્ડ હિલ અને હવાઈનું પોહોઈકી પણ સામેલ કરાયું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :