જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લો ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે. તેમાં પણ ચોમાસું આવે એટલે કહેવું જ શું? નર્મદા ડેમ વિસ્તારમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલ નર્મદા ડેમ વિસ્તારમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાતપુડા અને વિંધ્યાચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે. 


વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, લોકોના ઘરોમાં ઘૂસ્યા વિશ્વામિત્રીના પાણી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ સાથે નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે હાલ તો નર્મદા કાંઠે મનમોહક દ્રશ્યો ઉભા થયા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર 9 મહિનામાં 19 લાખ પ્રવાસીઓએ આ કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો છે.



આજે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવાને કારણે પ્રકૃતિમાં 100 ગણો વધારો થયો છે અને હાલ ચોમાસાની સીઝનમાં રોજના 6 હજાર પ્રવાસીઓ આવી રહ્યાં છે. ડેમમાં પાણી છોડ્યા પછી 25 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી તેવી માહિતી સ્ટેટ્યૂ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ નિલેશ દૂબેએ માહિતી આપી છે.  


મધ્ય રાત્રિએ સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા



નર્મદા ડેમના દરવાજા પહેલીવાર ખોલાયા તે જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડેમ ખાતે ઉમટી પડ્યા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર પણ ટ્રાફિક જોવા મળ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :