જયેશ દોશી/નર્મદા: નર્મદા જિલ્લો આમ તો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે ત્યારે આજથી શાળાઓનું ઉનાળુ વેકેશન પડી ગયું છે. ત્યારે આ વેકેશનમાં મા-બાપ પોતાના બાળકોને હરવા ફરવા માટેનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પસંદ કરી રહ્યા છે. ભલે ઉનાળાનું તાપમાન 41 થી 42 ડિગ્રી તાપમાન હોઈ પરંતુ પ્રવાસીઓ sou ને જ પસન્દ કરી રહ્યા છે અને જેને કારણે રોજના 10 થી 15 હજાર પ્રવાસીઓ sou પર આવી રહ્યા છે અને sou સત્તા મંડળ દ્વારા પણ પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ પણ વધારવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ તો ઉનાળાની ઋતુ છે. પરંતુ આગામી ચોમાસામાં જિલ્લા નું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠશે. ત્યારે પ્રવાસીઓમાં હજી પણ વધારો થશે. હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે, ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે. પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.


પરિણામમાં મોટો છબરડો? પ્રાથમિક શાળામાં શિક્ષકે એવો ગોટાળો કર્યો કે હસી હસીને પેટ દુ:ખશે!


સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અશક્ત અને ચાલી ના શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ છે. દરેક જગ્યાએ પ્રવાસીઓને પીવાનું ઠંડુ પાણીની સુવિધા કરવામાં આવી અને જે કેનોપી બનાવવામાં આવી છે. જેના પર પાણીનો છંડકાવ કરી ગરમીને ઓછી કરવામાં આવી રહી છે.


બોટાદના કુખ્યાત સીરા ડોને આપી ધમકી 'જો લાઉડ સ્પીકર નહી ઉતારે તો ધંધુકાના કિશન ભરવાડવાળી થશે'


ઉપરાંત ચારેબાજુ ખુલ્લી જગ્યા છે ત્યાં તમામ જગ્યાએ શેડ બનાવવામાં પણ આવ્યા છે, ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહીં આલ્હાદ્ક વાતાવરણનો અનુભવ કરે છે અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાતમાં નહિ પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube