જયેશ દોશી/નર્મદા: વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વડાપ્રધાન મોદીએ ખુ્લ્લી મુકી હતી. જ્યાં ગઇકાલે(ગુરુવારે) એક જ દિવસમાં 20 હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જે પછી ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જણાવ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં 5000 લોકો જઇ શકે છે. માટે જ સરકારે પ્રવાસીઓની સંખ્યા નક્કી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજાઓમાં મોટી સંખ્યામાં પ્રાવાસીઓ ઉમટ્યા 
હવેથી દિવસમાં પાંચ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રતિમા સવારે 9થી સાંજના 5 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે કે બસની સુવિધા પણ ઓછી પડી રહી છે. એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે.


વધુ વાંચો...રાજ્ય સરકારે નક્કી કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના દર, જાણો અહીંના આકર્ષણો વિશે


ગુજરાતની જનતા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવુ મોંઘુ પડી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જોડતો ડભોઇથી દેવલીયા, ગરુડેશ્વર, કેવડિયા અને બીજી બાજુ ભરૂચથી રાજપીપલા અને કેવડિયા આમ બે ફોરલેન બની રહ્યા છે આખરી ઓપ બાકી છે, ત્યારે હાલ ભાદરવા ગામ પાસે એક ટોલટેક્સ નાકુ બનાવવામાં આવશે હાલ બોર્ડ લગાવી દેવાયું છે. અને જે દિવાળી બાદ આ ટોલટેક્સ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.જો કે, હાલ તંત્ર કઇ કહેવા તૈયાર નથી પરંતુ રોડ પર ટોલ પ્લાઝાના સાઈન બોર્ડ સૂચવે છે કે, આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.


વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે બનાવવામા આવેલ આ લક્ઝુરિયસ નેચર રિસોર્ટમાં 2 દિવસ અને 3 દિવસના પેકેજ રજૂ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે. 


1 નાઈટ-2 દિવસ
સિંગલ શેરિંગ    ટ્વિન શેરિંગ   એકસ્ટ્રા પર્સન
9000                 12000            4000  (પ્રીમિયમ એસી ટેન્ટ)
6750                  9000             3000 (ડિલક્સ એસી ટેન્ટ)
4500                  6000             2000 (સ્ટાન્ડર્ડ નોન-એસી ટેન્ટ)


2 નાઈટ-3 દિવસ
સિંગલ શેરિંગ      ટ્વિન શેરિંગ     એકસ્ટ્રા પર્સન
18000                  24000          7200  (પ્રીમિયમ એસી ટેન્ટ)
13500                 18000           5400 (ડિલક્સ એસી ટેન્ટ)
9000                   12000           3600 (સ્ટાન્ડર્ડ નોન-એસી ટેન્ટ)